વલસાડમાં વૃદ્ધોને મોંઘી સારવારના બહાને છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આ ગેંગે વલસાડના એક સિનિયર સિટિઝન પાસેથી ₹૧૯ લાખની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ₹૧ લાખ પડાવી લીધા હતા.આરોપીઓ પબ્લિક પ્લેસ (હોટલ, હોસ્પિટલ) પર શારીરિક રીતે અશક્ત અથવા સિનિયર સિટિઝન્સ સાથે વાતચીત કરીને તેમની બીમારીની વિગતો મેળવતા હતા. ત્યારબાદ તેઓ ડો. રૂસ્તમ નામના નકલી ડોક્ટરનો પરિચય કરાવતા હતા.

વલસાડના હેકટર ચૌથીયા નામના દર્દીને પગમાં તકલીફ હોવાથી, ગેંગના સભ્ય ‘રીશી મહેતા’ ના નામે પરિચય કેળવ્યો હતો. બાદમાં નકલી ‘ડો. રૂસ્તમ’ એ ઘરે આવીને તપાસ કરી મોંઘી દવા (એક બુંદના ₹૧૧,૦૦૦) ના ઉપયોગના બહાને ૧૭૨ બુંદના ₹૧૯,૦૩,૦૦૦/- નું બિલ બનાવ્યું હતું.ફરિયાદી પાસેથી રોકડા ₹૧,૦૦,૦૦૦/- લીધા હતા અને બાકીના RTGS થી ટ્રાન્સફર કરાવવા દબાણ કર્યું હતું.ફરિયાદ મળ્યા બાદ, પોલીસની ટીમોએ ૨૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કર્યું હતું. પોલીસે જાણ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રથી ટ્રેનમાં વાપી આવતા અને ત્યાંથી રિક્ષા ભાડે કરીને વલસાડ આવતા હતા. ચોક્કસ બાતમીના આધારે, પોલીસે તારીખ ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ મોહંમદ સમીર મોહંમદ ઇરફાન અને મોહંમદ ઇરફાન મોહંમદ ઇસમાઈલ નામના બે આરોપીઓને પકડી પાડ્યા હતા. બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે.પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા ₹૯૭,૦૦૦/- અને બે મોબાઈલ ફોન મળી કુલ ₹૧,૦૭,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય વોન્ટેડ આરોપી ડો. રૂસ્તમ ઉર્ફે મોહંમદ ઇરફાન આરીફને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.Move upMove downToggle panel: Post Settings
Post template:?



Single Post Template – Default PRO

