VALSAD : વાપીમાં ડુપ્લીકેટ નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ, 30 લાખ સામે આપતા 80 લાખની લાલચ

0
25
meetarticle

વાપીમાં રાતોરાત અમીર બનવાના સપના જોતા તત્વો દ્વારા ચલાવવામાં આવતી નકલી નોટ બનાવવાની ફેક્ટરી પર પોલીસે ત્રાટકીને રેકેટનો પર્દાફાશ કર્યો છે.ઔદ્યોગિક નગરી વાપીમાં રાતોરાત અમીર બનવાના સપના જોતા તત્વો દ્વારા ચલાવવામાં આવતી નકલી નોટ બનાવવાની ફેક્ટરી પર પોલીસે ત્રાટકીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નકલી નોટો, છાપકામના સાધનો અને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

વાપી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં ગુપ્ત રીતે ભારતીય ચલણી નોટો જેવી જ આબેહૂબ ડુપ્લીકેટ નોટો છાપવામાં આવી રહી છે. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રૂપિયા 500ના દરની કુલ 1215 ચલણી નકલી નોટો મળી આવી જેની કિંમત કુલ અંદાજે 6 લાખ 7 હજાર 500 થાય છે. પોલીસે માત્ર નોટો જ નહીં, પરંતુ નોટ છાપવા માટે વપરાતા કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ, શાહી અને અન્ય સાધનો પણ કબ્જે કર્યા છે.

તપાસમાં જે વિગત બહાર આવી છે તે ચોંકાવનારી છે. આ ટોળકી લોકોને લાલચ આપતી હતી કે જો તેઓ ₹30 લાખની અસલી કરન્સી આપશે, તો બદલામાં તેમને ₹80 લાખની નકલી કરન્સી (જે બજારમાં અસલી જેવી જ દેખાય) આપવામાં આવશે. આ ‘મની લોન્ડરિંગ’ અથવા ‘ડબલિંગ’ સ્કીમના બહાને આરોપીઓ ભોળા લોકોને છેતરવાની પેરવીમાં હતા.

પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. આ નકલી નોટો ક્યાં સપ્લાય થવાની હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વાપી પોલીસે સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે આવી લાલચમાં આવીને કોઈએ પોતાની મહેનતની કમાણી ગુમાવવી નહીં અને શંકાસ્પદ લેવડદેવડની જાણ તુરંત પોલીસને કરવી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here