GUJARAT : શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વસંધ્યાએ સોમનાથ મહાદેવને વેદોક્ત સ્વરઅભિષેક

0
58
meetarticle

શ્રાવણ માસ જ્યારે પોતાના અંતિમ ચરણ પર છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથની ઝાંખી મેળવવા ઉમટી રહ્યા છે.

આ પાવન પ્રસંગે શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વસંધ્યાએ કર્ણાટકના શ્રૃંગેરીથી આવેલા ભૂદેવ બ્રાહ્મણોની એક યાત્રીમંડળ** સોમનાથ મહાદેવના દર્શને પહોંચેલ હતુ.

આ ભૂદેવોએ પોતાના પવિત્ર સ્વરોથી ભગવાન શિવને પ્રિય એવા વેદોક્ત મંત્રોના પાઠ દ્વારા સ્વરઅભિષેક** કર્યો હતો. મંત્રોચ્ચારના પવિત્ર ધ્વનિથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર એક વિશિષ્ટ ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગના સાક્ષી બનેલા ભક્તો ધન્ય બન્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આ ભૂદેવોએ ભગવાન સોમનાથ પાસે વિશ્વ કલ્યાણ માટે મંગલ પ્રાર્થનાઓ કરી હતી.

REPOTER : દિપક જોષી ,ગીર સોમનાથ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here