BREAKING NEWS : દિગ્ગજ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું કર્યું એલાન

0
258
meetarticle

અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્ટાર બેટર ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી  સંન્યાસ લીધો હોવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. પુજારાએ સંન્યાસ લેતાં કહ્યું કે, ‘મારા માટે ફિલ્ડ પર ભારતીય જર્સી પહેરી રાષ્ટ્રગીત ગાવુ અને ફિલ્ડ પર દરવખતે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવાનો પ્રયાસ કરવો વાસ્તવમાં અદ્દભૂત અને અર્થપૂર્ણ છે.’

ચાહકોનો આભાર માન્યો

ચેતેશ્વર પુજારાએ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત સમયે તેના ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, ‘આ એક પ્રકરણનો હવે અંત આવ્યો છે. હું તેને ખૂબ જ આભારી છું. તમામ સૌના પ્રેમ અને સમર્થન બદલ આભાર.’ દાયકાથી પણ વધુ સમય માટે ભારતીય ટેસ્ટ ટીમનો આધારસ્તંભ બનેલો પુજારા પોતાના શાંત અને અડગ પર્ફોર્મન્સના કારણે તેની પેઢીનો એક વિશ્વસનીય બેટર રહ્યો છે. 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ સીરીઝને જીત અપાવવામાં પુજારાનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. તે સીરીઝમાં તેણે 521 રન બનાવ્યા હતાં. કુલ 1258 બોલમાંથી મોટાભાગના બોલ તેણે ડિસ્પેન્ડ કરવાને બદલે ડિફ્યુઝ કર્યા હતાં અને ત્રણ સદી ફટકારી હતી.

20 વર્ષની વયે શરૂ કરી હતી કારકિર્દી

રાજકોટના નાનકડાં શહેરમાંથી આવેલા ચેતેશ્વર પુજારાએ 20 વર્ષની વયે ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી. પુજારા 43.60ની એવરેજમાં 7195 રન સાથે ટેસ્ટ ક્રિકેટનો ભારતનો આઠમો ટોચનો ખેલાડી છે. કુલ 103 ટેસ્ટ મેચમાં 19 સદી ફટકારી હતી. તેની છેલ્લી મેચ ઓવલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 2023માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here