સુરત : BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી

0
180
meetarticle

સુરત શહેરની BRTS બસમાં ડાન્સ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ગત 9 ઓગસ્ટના રોજ બની હતી, જેમાં ‘કિડ લોકલ’ નામની એક સંસ્થા દ્વારા BRTS બસની અંદર DJ સાથે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઘટનાનો વીડિયો રીલ્સના સ્વરૂપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો, જે બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે.કિડ લોકલ નામની સંસ્થાએ BRTS બસમાં ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં DJ સંગીતની સાથે ડાન્સ અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ કરવાની પરવાનગી મેળવવાનું કહીને બસની અંદર આ પ્રકારનું શૂટિંગ કર્યું હતું. જોકે,સુરત મનપાના સિટી લિન્ક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈપણ કૃત્ય માટે તેમના દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી, અને આ પ્રકારનું કૃત્ય સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.સુરત મહાનગરપાલિકાના સિટી લિન્ક વિભાગે આ ઘટના અંગે સખત વલણ અપનાવ્યું છે. વિભાગના એક અધિકારીએ જણાવ્યું, “આવા કૃત્ય માટે અમારા દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. BRTS બસો જાહેર પરિવહન માટે છે, અને આવા કૃત્યો જાહેર સેવાનો દુરુપયોગ ગણાય છે.” આ ઉપરાંત, સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here