વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ગામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જીલ્લા પંચાયત ના અધિકારી ના અધ્યક્ષ સ્થાને જરોદ સરપંચ શ્રી મતી મનિષાબેન રૂપેશભાઈ સોલંકી અને ડેપ્યુટી સરપંચ શ્રી મતી સ્મિતાબેન વનરાજસિંહ ચૌહાણ અને તલાટી કમ મંત્રી રાહુલજી રાવત ની ઉપસ્થિતિ માં જરોદ ગ્રામ પંચાયત ના ચુંટાયેલા સદસ્યો અને ગામના આગેવાનો ની હાજરી માં ગંદકી,એસ ટી બસ ની દુર અંતરની મુસાફરી, વિજળી ટ્રાફીક સમસ્યાઓ, વડોદરા થી હાલોલ ના ધોરીમાર્ગ પર આવેલ વિકસીત ગામ જરોદ નિ નિષ્કા થી લઈને જરોદ ચાર રસ્તા સુધી ધોરીમાર્ગ પર ચાલતા વાહનો બેફામ રીતે હંકારતા હોવાથી છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા વટેમાર્ગુ સહિત નાના ટુ વ્હીલર ચાલકો ને નાની મોટી ઇજાઓ પહોંચતી હોય છે
અને જરોદ રેફરલ ચોકડી થી નિષ્કા ની ચોકડી પર રાત્રી ના ધોરીમાર્ગ પર અંધકાર હોવાનાં કારણે ગ્રામ જનો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોવાથી સ્ટેટ લાઇટ ધોરીમાર્ગ નાં ડીવાઈડર માં મુકવા અંગે ની અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો વાળા પ્રશ્ર્નો ની રજૂઆતો એકંદરે ગામ સભા માં ઉઠવા પામતા જીલ્લા પંચાયત ના પ્રતિનિધિ એ ગ્રામ જનો ની રજુઆતો ની નોંધ કરી ને શક્ય તેટલાં પ્રશ્ર્નો નું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી ઘણા વર્ષો પછી નવી ચુંટાયેલ ગ્રામ પંચાયત ની કમિટી ની હાજરી માં જરોદ ગ્રામ જનો એ ગામ સભા માં ઉત્સાહ જનક ભાગ લીધો હતો અને ગામના વિકાસ રથ ને આગળ ધપાવવા અર્થે નાં સુચનો કર્યા હતા ગામ સભા ના અંતે જરોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી રાહુલજી રાવત દ્વારા આભાર વિધિ કરાઈ હતી
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


