VIRAMGAM : કમિજલા ખાતે શેઠ એમ જે શાહપુર વાલા હાઈસ્કૂલમાં રકતદાન કેમ્પ યોજાયો

0
76
meetarticle

વિરમગામ તાલુકાના કમિજલા મુકામે શેઠ એમ જે શાહપુર વાલા હાઈસ્કૂલમાં સમુત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું‌ હતું.‌આ રક્તદાન કેમ્પમાં નળકાંઠાના સેવાભાવી યુવામિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પનાના અંતે સૌના સાથ થકી 52 બોટલ રક્તદાન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નળકાંઠાના બધા જ રક્તદાતાઓનો સમુત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આગામી સેવાકીય કાર્યમાં પણ આવા જ ઉત્સાહ સાથે સાથે મળીને નૂતન કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે સ્થળ માટે કદમથી કદમ મિલાવી સાથ સાથે ઉત્સાહ વધારતા કમિજલા હાઇસ્કુલના ઉત્સાહી આચાર્ય રઘુભાઈ અલગોતર અને પાણીની સેવા આપવા બદલ રણુભાઈ ભરવાડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

REPOTER : વંદના નીલકંઠ વાસુકીયા, શૈલેષ કોળી – રૂપાવટી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here