VIRAMGAM : વિકાસ સપ્તાહ અંતર્ગત હાંસલપુર ખાતે વિરમગામના ધારાસભ્યના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરાયું

0
51
meetarticle

વિકાસ સપ્તાહ અંતર્ગત રવિવારે વિરમગામ શહેરના વોર્ડ નં:૯ માં ગુજરાત સરકારની અમૃત ૨.૦ યોજના હેઠળ મેલડીનગર અને હાંસલપુર વિસ્તારમાં ૩.૧૫ કરોડના ખર્ચે પીવાના પાણીની ૧૦ કિલોમીટર લાંબી પાઈપલાઈનના કામ અને ૩.૨૦ કરોડના ખર્ચે હાંસલપૂર, મેલડીનગર અને કાજીપુરા વિસ્તારમાં સીસી રોડ, પેવર બ્લોક, પાણીની ઓવરહેડ ટાંકી, સંપ અને સ્ટ્રીટ લાઈટના કામનું હાંસલપુર ગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

તેમજ Next-Gen GST Reform અંતર્ગત ઉપસ્થિત લોકોને પ્રદેશ ભાજપના નેતા સંજયભાઈ દેસાઈએ વિસ્તૃત માહિતી આપી હતી. આજના પ્રસંગે અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ડાભી, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ દેવાજી ઠાકોર, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ, ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતર, રણજીતભાઈ ડોડીયા, નારાયણભાઈ અજાણા, કોર્પોરેટર અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

REPOTER : વંદના નીલકંઠ વાસુકીયા, વિરમગામ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here