WORLD : રશિયામાં 600 વર્ષના સમયગાળા બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો

0
63
meetarticle
રશિયાના કામચાટ્કા પ્રદેશમાં આવેલો ક્રાશેનિનિકોવ જ્વાળામુખી આધુનિક ઇતિહાસમાં પહેલી વાર ફાટી નીકળ્યો છે. રશિયાના પૂર્વ ભાગમાં આવેલો જ્વાળામુખી ભૂકંપના કારણે ફરી એકવાર સક્રિય થયો છે. રવિવારે સવારે ૪ઃ૫૦ વાગ્યે જ્વાળામુખી ફાટયો હતો. જેમાં, ૧,૮૫૬ મીટર ઊંચા શિખર પરથી ૬,૦૦૦ મીટર ઊંચી રાખ વાતાવરણમાં ફેલાઈ હતી.

લગભગ ૬૦૦ વર્ષમાં પહેલીવાર ક્રાશેનિનિકોવ જ્વાળામુખી ફાટયો છે. રિપોર્ટ મુજબ, ઢોળાવ પર લાવાનું ગુંબજ બની રહ્યું છે અને ઉત્તરી ભાગમાં ભારે ગેસ ઉત્સર્જન સાથે રાખ જોવા મળી રહી છે. સંશોધક સ્ટેપન ક્રાશનિનિકોવના નામે જે જ્વાળામુખીને નામ આપવામાં હતું ત્યાં છેલ્લી વાર લાવા ફાટવાની ઘટના લગભગ ૧૪૬૩માં બની હતી. ૧૯૬૩માં ફ્યુમેરોલિક  એક્ટિવિટી નોંધાઈ હતી, પરંતુ જ્વાળામુખી ફાટયો નહોતો.

ઉલ્લેખનીય છે કે, ૩૦ જુલાઈના રોજ કામચાટકાના દક્ષિણ-પૂર્વમાં ૮.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપને કારણે પેસિફિક વિસ્તારમાં સુનામીની ચેતવણી બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ, યુરેશિયાના સૌથી ઊંચા જ્વાળામુખીઓમાંનો એક ક્લ્યુચેવ્સ્કાયા સોપ્કા પણ ફાટી નીકળ્યો હતો, જેને અધિકારીઓએ ૭૦ વર્ષમાં સૌથી મોટી ઘટના ગણાવી હતી.

રશિયાના અન્ય જ્વાળામુખીઓ શિવેલુચ, કારીમ્સ્કી, બેઝિમિયાની અને કામબાલ્નીમાં પણ હલચલ જોવા મળી રહી છે. જેમાં રાખ ૧૦,૦૦૦ મીટર સુધી પહોંચી શકે છે. અધિકારીઓએ નજીકના રહેવાસીઓ અને મુલાકાતીઓને સક્રિય જ્વાળામુખીથી ઓછામાં ઓછા ૧૦ કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here