પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. તોમરની સૂચનાના આધારે, વાલિયા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાલિયાના હનુમાન ફળિયામાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં, બે ઈસમો ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૧૧,૨૭૦ અને ગંજીપાના જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મહેન્દ્રભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.વ. ૪૩, રહે. વાલિયા) અને ધર્મેશકુમાર રમેશભાઈ સોલંકી (ઉ.વ. ૪૩, રહે. વાલિયા) તરીકે થઈ છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશનથી વાલિયા પોલીસ દ્વારા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


