GUJARAT : વાલીયા પોલીસે રૂ. ૧૨.૫૪ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો, વિદેશી દારૂનો જથ્થો જપ્ત

0
74
meetarticle

વાલીયા પોલીસ દ્વારા કદવાલી ગામના પુલ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. ૧૨,૫૪,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, “એક સફેદ કલરની કિયા સોનેટ ગાડી નંબર GJ-27-EB-0986માં દારૂનો જથ્થો ભરી વાડી ગામથી કદવાલી થઈને ડહેલી ગામ તરફ જવાનો છે.” આ બાતમીના આધારે, પોલીસની ટીમે કદવાલી ગામના પુલ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન, બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકવામાં આવી હતી.
ગાડીની તપાસ કરતાં, તેમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧,૮૦૦ નાની-મોટી બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૫,૪૯,૬૦૦/- અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. ૭,૦૦,૦૦૦/-ની કિયા સોનેટ ગાડી અને રૂ. ૫,૦૦૦/-નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ રૂ. ૧૨,૫૪,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.


આરોપી કિરીટભાઈ સંજયભાઈ અર્જુનભાઈ વસાવા (ઉ.વ.૨૫, રહે. પથ્થરીયા ગામ, સરપંચ ફળિયું, તા. વાલીયા, જી. ભરૂચ)ને ઘટનાસ્થળેથી જ પકડી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ—દારૂનો જથ્થો આપનાર રાહુલભાઈ ઓકારામ માલી (રહે. કંબોડીયા, તા. નેત્રંગ, જી. ભરૂચ) અને દારૂ મંગાવનાર હરેશભાઈ ઉર્ફે હરીયો રાજુભાઈ વસાવા (રહે. ડહેલી, નગરશેઠ ફળિયું, તા. વાલીયા, જી. ભરૂચ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here