ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક વર્ષ પહેલાં ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં પકડાયેલા પ્રોહીબિશન કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એ. તુવરની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામના પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ આરોપી કિરિટ સંજયભાઈ વસાવા હાલ વાલિયા તાલુકાના પથ્થરિયા ગામે પોતાના ઘરે હાજર છે. આ બાતમીના આધારે, LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો.
પૂછપરછ દરમિયાન, આરોપીએ પોતે ઉપરોક્ત કેસમાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. LCB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને ઉમરપાડા પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


