રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સર્વેલન્સ ટીમ નાસતા ફરતા તથા પકડવા પર બાકી હોય તેવા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી તે દરમીયાન મળેલ હકીકત આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં પકડવા પર બાકી ચીકલીગર ગેંગના સભ્ય આરોપી મનજીતસીંગ ધરમસિંગ જુણી, (ચીખલીગર), ઉ.વ.૩૮, હાલ રહે.દાંતીવાડા, તુક્તીનગર, તા.દાંતીવાડા જી.બનાસકાઠા, મુળ-રહે.ખેરાલુ, જી.મહેરાણા વાળાને જેતપુર તત્કાલ ચોકડી પાસેથી દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર ટીમમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.ડોડીયા તથા એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા પો.હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા અમિતભાઇ સિધ્ધપરા તથા લખુભા રાઠોડ તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઈ આગરીયા જોડાયા હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


