BOLLYWOOD : War 2: હૃતિકની ‘વોર 2’ ફિલ્મે અક્ષય-અજયની સુપરહિટ ફિલ્મને પણ કમાણીમાં પછાડી

0
52
meetarticle

અભિનેતા હૃતિક રોશન અને જુનિયર NTRની ‘વોર 2’એ 6 દિવસમાં રૂ.183.42 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અક્ષય કુમારની ‘હાઉસફૂલ 5’ને પછાડીને 2025ની ત્રીજી સૌથી મોટી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત મેગા બજેટ એક્શન-થ્રિલર ‘વોર 2’ 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હૃતિકરોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ‘કૂલી’ સાથે બૉક્સ ઑફિસ પર ટકરાઈ છે. વોર 2નું બૉક્સ ઑફિસ કલેક્શન

એક રિપોર્ટ મુજબ, ‘વોર 2’એ રિલીઝના પહેલા જ દિવસે 52 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને 2025ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મનો રેકોર્ડ બનાવી દીધો છે. ફિલ્મના દિવસ-દીઠ કલેક્શન કઇક આ પ્રમાણે છે

પહેલા દિવસે: 52 કરોડ રૂપિયા
બીજા દિવસે: 57.35 કરોડ રૂપિયા
ત્રીજા દિવસે: 33 કરોડ રૂપિયા
ચોથા દિવસે: 31.3 કરોડ રૂપિયા
પાંચમાં દિવસે : 8.4 કરોડ રૂપિયા
છઠ્ઠા દિવસે: 0.27 કરોડ
આમ, આ ફિલ્મનું કલેક્શન 6 દિવસમાં જ ₹183.42 કરોડ સુધી પહોંચી ગયું છે.વોર 2’ના રેકોર્ડ્સ

‘વોર 2’એ પહેલા જ અઠવાડિયામાં ‘કેસરી 2’, ‘સિકંદર’, ‘સ્કાય ફોર્સ’, આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ અને અજય દેવગણની ‘રેડ 2’ (173.44 કરોડ)ને પાછળ છોડી દીધી છે. હવે આજે ફિલ્મે અક્ષય કુમારની ‘હાઉસફૂલ 5 (183.38 કરોડ)’ની લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ ધકેલી દીધી છે. અને તે સાથે આ ફિલ્મ 2025ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.‘વોર 2’ હાલમાં નીચેની ફિલ્મોથી પાછળ છે

છાવા – ₹601.54 કરોડ
સૈયારા – ₹323.87 કરોડ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here