નર્મદા જિલ્લામાં છેલ્લાં બે દિવસ થી ભારે વરસાદને કારણે જળ બમ્બાકાર ની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદબે તાલુકાઓ તિલકવાડા (119.5 મીમી )અને ગરુડેશ્વર તાલુકામાં 5ઇંચ (120 મીમી )વરસાદથી બન્ને તાલુકા જળ બમ્બાકાર ની સ્થિતિસર્જાઈ છે. જયારે ડેડીયાપાડા તાલુકામાં94 મીમી (4 ઇંચ) અને સાગબારા તાલુકામાં 91 મીમી (4 ઇંચ) વરસાદ ઝીંકાયો છે
નાંદોદ તાલુકામાં 61 મીમી ( 3 ઇંચ) વરસાદ ખાબક્યો છે.રાજપીપલા માં એક જ રાતમાં 3 ઇંચ વરસાદ તૂટી પડતા રાજપીપલા સહીત નાંદોદ તાલુકા માં જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છેનીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે.
રાજપીપલા ના તમામ માર્ગો નદીપટ માં ફેરવાયાંખેતરો,સોસાયટી માં પાણી ભરાતા નુકશાન ના અહેવાલ
છેગણેશ પંડાલોમાં પાણી ભરાતાગણેશ ભક્તો આયોજકો માં ચિંતાનો માહોલજોવા મળ્યો છે.
આગામી 24 કલાક માં નર્મદા માં ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી થી તંત્ર રેડ એલર્ટથયું છે
નર્મદા ડેમના 23 ગેટ ખોલાતા નર્મદા માં ઘોડાપૂર ની સ્થિતિસર્જાઈ છે. તોકરજણ ડેમના પણ 4 ગેટ ખોલતા બે કાંઠે કરજણ નદી વહેતીથતા કાંઠા વિસ્તાર ના 6 ગામોને સાવધ. કરાયા છે.
REPOTER :દીપક જગતાપ,રાજપીપલા




