ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો થયોછે. સતત વધતી જતી આવકને કારણેકરજણ ડેમ 70 % ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે હજી ઘણો વરસાદ બાકી છે ત્યારે ડેમ આ વર્ષે 100 ટકા ભરાવાની શક્યતા છે.

હાલ કરજણ ડેમની સપાટી 109.22. મીટર પહોંચી છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ 353.09 મિલિયન ઘન મીટર છે. ગ્રોસ સ્ટોરેજ 377.10મિલિયન ઘન મીટર છે.ડેમમાં પાણીની આવક 4417.00 ક્યુસેક નોંધાઈ છે.
હાઇડ્રોપાવર ચાલુ થયાછે. એમાંથી 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અનેગેટમાંથી 1736 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક 2161 ક્યુસેક નોંધાઈ છે.હાલ કરજણ ડેમના 3 અને 5 નંબર ના બે ગેટ 0.20મીટર બે ગેટ ખોલાયાછે
Reporter : દીપક જગતાપ, રાજપીપલા

