Weather News : અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, આગામી 48 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

0
51
meetarticle

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ ,મહિસાગર, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, સાણંદ, ખેડા, ગાંધીનગર, નડિયાદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે અને 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે, બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. જેમાં નવસારી સુરત ભરૂચ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, વલસાડ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે જેમાં વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ગુજરાતમાં વાદછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતાં ઠંડી વધશે, રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here