BOLLYWOOD : 40ની વયે જાણીતી મૂળ ગુજરાતી અભિનેત્રીએ એગ્સ ફ્રીઝ કરાવ્યા, હજુ લગ્ન નથી કર્યા

0
91
meetarticle

બોલિવૂડ અભિનેત્રી ડેઝી શાહ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી 40 વર્ષની થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી તેણે લગ્ન નથી કર્યા. બીજી તરફ હવે તેની સાથે લગ્ન અને બાળકો અંગે વાત કરવામાં આવી છે. આ દરમિયાન તેણે જણાવ્યું કે, હું પોતાના એગ્સ ફ્રીઝ કરાવી ચૂકી છું. અભિનેત્રીને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું, તમે IVF વિશે વિચાર્યું છે? ત્યારે તેણે જણાવ્યું કે, હજુ સુધી તો IVF વિશે નથી વિચાર્યું. પરંતુ મેં મારા એગ્સ ફ્રીઝ કરાવી લીધા છે.

એગ્સ ફ્રીઝ કરાવવા એ કંઈ ખોટું નથી

અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, ‘હું પહેલા આના માટે તૈયાર નહોતી. પરંતુ મારી એક ખૂબ સારી મિત્રએ મને આ કરવાની સલાહ આપી. તેણે કહ્યું કે, આ કરી લે. ભવિષ્યનું કંઈ જ ખબર નથી કે શું થશે અને શું નહીં થશે, પરંતુ આ કરી લે. જો ભવિષ્યમાં તે લગ્ન કર્યા અને તને બાળકો જોઈશે તો શું થશે? એવું બની શકે કે તારે તારી લેગેસી આગળ વધારવી હોય. તો આ કેસમાં એગ્સ ફ્રીઝ કરાવવા એ સારો ઓપ્શન છે. તેમાં કંઈ ખોટું નથી.’

તમને જણાવી દઈએ કે ડેઝી શાહનું નામ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અને શિવ ઠાકરે સાથે જોડાઈ ચૂક્યુ છે. પરંતુ અભિનેત્રીએ હંમેશા આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here