પશ્ચિમ રેલવેના વડોદરા ગી મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી, વડોદરામાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં, સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, નરેન્દ્ર કુમારે તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ પછી સમિતિના અધ્યક્ષ અનેવડોદરા મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન ના માધ્યમથી તમામ સભ્યોને મંડળની પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોત પોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તાર, નવી પરિયોજનાઓ ને વહેલા પૂર્ણ કરવા અને મંડળના સ્ટેશનો પર વધુ સારી સુવિધાઓ મુસાફરોને પૂરી પાડવા અંગે સલાહ કાર સમિતિ ના સભ્ય વંદન પંડયા એ જણાવ્યું હતું કે ડભોઈ રેલ્વે સ્ટેશન પર પાર્કીંગ સુવિધા કરવા તેમજ ડભોઈ સ્ટેસન પર ચા.નાસ્તા માટે સ્ટોલ ની આવશ્યકતા છે પ્રવેશ દ્વાર પાંસે સુરક્ષા ગાર્ડ મુકવામાં આવે.ડભોઈ થી છોટા ઉદેપુર પાંચ ટ્રેનો ની આવન જાવન છે પેસેન્જરો પુરતાં પ્રમાણ માં મળી રહેછે ટીકીટ ચેકરો.ની નિમણુંક કરવામાં આવેના પોતાના સૂચનો આપ્યા હતા
મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ તમામ સભ્યોના સૂચનો પર તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ વડોદરા મંડળની ટોચની પ્રાથમિકતા છે અને આ માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બેઠકના દરમિયાન વડોદરા મંડળના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


