પ્રેમીઓ પ્રેમ માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો NASAમાં જોવા મળ્યો હતો. પ્રેમમાં પ્રેમીઓ ચાંદ-તારા લાવવાની વાતો કરતા હોય છે.
ત્યારે NASAમાં ઇન્ટર્નશીપ કરતા એક શખ્સે પોતાની પ્રેમિકા માટે સાચે જ ચંદ્ર ચોરી લીધો હતો. આ ઘટના 23 વર્ષ પહેલાની છે.
પ્રેમમાં આવું પરાક્રમ !
માનવી જ્યારે પ્રેમમાં હોય છે. ત્યારે તેની દુનિયા અલગ જ આકાર લેતી હોય છે. ત્યારે તે પોતાના પ્રેમીને ખુશ કરવા માટે ચાંદ-તારા સુધી પહોંચવાની વાતો કરતા હોય છે. પરંતુ ખરેખર એક પ્રેમીએ તેમ કરવાની હિંમત બતાવી. આ ઘટના લગભગ 23 વર્ષ પહેલા 2002માં બની હતી.
અમેરિકાની અવકાશ એજન્સી NASAની સુરક્ષાને અવગણીને પ્રેમીએ પ્રેમિકાની ઇચ્છા પૂરી કરી અને તેના માટે 17 પાઉન્ડનો પથ્થર ચોરી કર્યો હતો. જે ચંદ્ર પરથી લાવવામાં આવ્યો હતો. NASAના ઇન્ટર્ન થડ રોબર્ટ્સે તેની ગર્લફ્રેન્ડ માટે જે પરાક્રમ કર્યુ હતુ. તે આંતરરાષ્ટ્રીય બજારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતુ. હ્યુસ્ટનના જોહ્ન્સન સ્પેસ સેન્ટરમાંથી તેણે અને તેના સાથીઓએ જે ચંદ્ર પથ્થરો ચોરી કર્યો હતો.
તેની કિંમત લગભગ 21 મિલિયન ડોલર હતી. જ્યારે પોલીસે તેને આ ચોરીના આરોપમાં પકડ્યો હતો. ત્યારે તેણે તેની પાછળનું કારણ આપ્યું તે પોલીસ માટે પણ આશ્ચર્યચકિત કરનારું હતુ. થડ રોબર્ટ્સ 24 વર્ષનો હતો. તેણે ચોરી કરવા માટે સંપૂર્ણ યોજના બનાવી. આ માટે, તેણે સુરક્ષા કેમેરા ફરીથી પ્રોગ્રામ કર્યા, નિયોપ્રીન બોડીસુટ પહેર્યો અને વાસ્તવિક નાસા બેજ પણ મેળવ્યા.
તેની સાથે તેની ગર્લફ્રેન્ડ ટિફની ફાઉલર અને અન્ય એક ઇન્ટર્ન શે સોઅર પણ હાજર હતા. ત્રણેય મળીને બિલ્ડીંગ 31માં ઘૂસી ગયા હતા. જ્યાં ચંદ્રના પત્થરો રાખવામાં આવ્યા હતા. થડ અને ટિફની અંદર ગયા. જ્યારે શે બહાર સુરક્ષા પર નજર રાખી રહ્યા હતા. તેઓએ 600 પાઉન્ડનું તાળું તોડીને કિંમતી ચંદ્રના પત્થરો ચોરી લીધા હતા.
ચોરી માટે મળી સજા
FBI તપાસમાં બહાર આવ્યું છે કે, તેની પાસે ચંદ્રના પત્થરો વેચવાની પણ યોજના હતી. એક સંભવિત ખરીદનાર બેલ્જિયમનો હતો. જે પ્રતિ ગ્રામ $1,000 થી $5,000 ચૂકવવા તૈયાર હતો. આવી સ્થિતિમાં, જ્યારે ખરીદનારને ચોરીની શંકા થઈ હતી. ત્યારે તેણે પોતે FBIને જાણ કરી હતી.
આશ્ચર્યજનક વાત એ હતી કે જ્યારે થૅડે પાછળથી ચોરીની કબૂલાત કરી, ત્યારે તેને 8 વર્ષની સજા ફટકારવામાં આવી. 6 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ, તેને 2008ની શરૂઆતમાં મુક્ત કરવામાં આવ્યો. તેની ગર્લફ્રેન્ડ્સ ટિફની અને શેને 180 દિવસની નજરકેદ, 150 કલાક સમાજસેવા, ત્રણ વર્ષનો પ્રતિબંધ અને નાસાને $9,000 વળતરની સજા ફટકારવામાં આવી હતી.
એ પણ રસપ્રદ હતું કે ચંદ્ર અને તારાઓ વિશે વાત કરતા આ પ્રેમાળ યુગલ ચોરી પછી ક્યારેય મળ્યા નહીં. તેમની અનોખી વાર્તા બેન મેઝરિચે 2011 માં ‘સેક્સ ઓન ધ મૂન’ નામના પુસ્તકમાં લખી હતી.