NATIONAL : શું છે પી એમ ફસલ વિમા યોજના ? જેના હેઠળ 30 લાખ ખેડૂતોને આજે મળશે 3200 કરોડ રૂપિયા

0
57
meetarticle

આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ જારી કરવામાં આવશે. જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળશે.

આ માહિતી આપતાં કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેમણે એક્સ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જણાવ્યું છે કે આપત્તિથી પીડિત લગભગ 30 લાખ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.હવે એ જાણીએ કે ખેડૂતોને જેના દ્વારા આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે તે પીએમ ફસલ વિમા યોજના છે શું ?

પીએમ ફસલ વિમા યોજના શું છે?

કેન્દ્ર સરકારે આ યોજના એવી પરિસ્થિતિમાં ખેડૂતોની મદદ માટે શરૂ કરી છે. જ્યારે કુદરતી આપત્તિઓથી તેમની ખેતીને નુકસાન થાય છે. આ યોજના હેઠળ વરસાદ, પૂર, મોટા તોફાનથી પાકને થયેલા નુકસાન માટે ક્લેમ મૂકવાનો અધિકાર હોય છે. વીમા કંપની ખેડૂતોના ક્લેમ સેટલ કરીને તેમને રકમ ચુકવે છે. આ યોજનાની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સંકટથી બચાવવાનો છે.

30 લાખ ખેડૂતોને થશે લાભ

આજે 30 લાખ ખેડૂતોના ખાતામાં સીધું નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. કુલ રકમ 3200 કરોડ રહેશે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ તો ફક્ત પ્રથમ હપ્તો છે. જયારે જાન્યુઆરીથી જૂન વચ્ચે નુકસાન થયેલા ખેડૂતો માટે કુલ 11,000 કરોડનો ક્લેમ તૈયાર કરવામાં આવ્યો છે. આજે જેઓને રકમ મળશે નહીં, તેઓ માટે આગામી સમયમાં 8,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે જ સરકારે નક્કી કર્યું છે કે જો ક્લેમ સેટલ થયા પછી પણ વીમા કંપની નાણાં મોકલતી નહીં હોય તો ખેડૂતોને 12 ટકાની વ્યાજ દરે રકમ ચૂકવવી પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here