સંસ્કારી નગરીમાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેકવાના મુદ્દે શહેર પોલીસ ગુનેગારોમાં ડર પેદા થાય તે રીતે ત્વરીત કાર્યવાહી કરી રહી છે જેથી આવા નાપાક તત્વો કોઇની લાગણી ના દુભાય તેવા કૃત્યો ના કરે. ગંભીર ગુનાના મામલે પોલીસ એક પછી એક આરોપીઓને ઝડપી રહી છે. આજે શહેર પોલીસે મુખ્ય આરોપી જુનેદની ઊંડી પૂછતાછ બાદ તેના માતા પિતાની પણ ભેદી ભૂમિકા સપાટી પર આવી ગઈ છે જેથી ભેજાબાજ સાદિકા સિંધીની પોલીસે ધરપકડ કરી હતી.
સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની કાવતરાખોર માતાએ મુખ્યત્વે ભુમિકા ભજવી હોવાનું સપાટી પર આવ્યું .ચકચારી બનાવમાં પોલીસે કાવતરાખોર સાદિકા સિંધીની હાલ ઊંડી પૂછપરછ કરી રહી છે. સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા છે અને સાદિકા અને તેના પુત્ર જુનેદે સાથે રહીને આ કાવતરું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. સાદિકાનો પતિ સલીમનું પણ નામ ખુલતા ફરાર થઇ ગયો છે જેથી પોલીસે વોન્ટેડ આરોપી જાહેર કરી શોધખોળ શરુ કરી છે.
જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું
બીજી તરફ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત આરોપીઓનું ઘટનાસ્થળે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમને કાયદાનો સબક શીખવાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને ઈંડા ફેંકનાર કટ્ટરવાદી આરોપીઓએ હાથ જોડીને લોકોની ખુલ્લેઆમ માફી માંગી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે અજમેરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે .


