NATIONAL : 15મી ઓગષ્ટે PM મોદીની લાઇવ સ્પીચ ક્યાં જોઇ શકશો?

0
75
meetarticle
15મી ઓગષ્ટના દિવસે દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પીએમ મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે અને દેશવાસીઓને સંબોધન કરશે.
ત્યારે આવો જાણીએ આ દિવસે કેટલા વાગે પીએમ મોદી સંબોધન કરશે અને આ લાઇવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઇ શકશો.
લાલ કિલ્લા પરથી કરશે સંબોધન
મહત્વનું છે કે પીએમ મોદી આ વખતે સતત 12મી વખતે તિરંગો લહેરાવશે. તેઓ લાલ કિલ્લા પરથી સંબોધન કરશે. તેમના ત્રીજા કાર્યકાળનું આ બીજુ ભાષણ હશે, કાર્યક્રમ તો વહેલા શરૂ થઇ જશે. પીએમ મોદીનું સંબોધન 7.30 કલાકે થશે. મહાનુભાવોના અભિવાદનથી કાર્યક્રમ શરૂ થશે. ત્યારે બાદ 21 તોપોની સલામી અપાશે. વાયુસેનાના હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે. પીએમ મોદીનું સંબોધન દૂરદર્શન પર લાઇવ પ્રસારિત થશે.
પીએમ મોદીનું લાઇવ સંબોધન ક્યાં જોઇ શકશો?
આ કાર્યક્રમ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની યુટ્યુબ ચેનલ અને X (અગાઉ ટ્વિટર) પર @PIB_India દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. પીએમ કાર્યાલય તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ ભાષણનું પ્રસારણ કરશે. લાઇવ સ્ટ્રીમિંગ pmindia.gov.in, ddnews.gov.in અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સ્વતંત્રતા દિવસ પોર્ટલ (independenceday.nic.in) પર પણ ઉપલબ્ધ રહેશે.
સ્વતંત્રતા દિવસ 2025 માટેની થીમ
સ્વતંત્રતા દિવસ 2025 માટેની સત્તાવાર થીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, તે વિવિધતામાં એકતા, સમાવેશી વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ તથા 2047 સુધીમાં ઇન્ડિયા $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના ભારતના વિઝનને પ્રતિબંધિત કરે છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here