અભિનેતાની જબરદસ્ત વાપસી માટે પોતે પ્રિયદર્શન સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. અક્ષય કુમાર તેની સાથે એક નહીં ત્રણ ફિલ્મોમાં કામ કરવાના છે. જેમાંથી એક ફિલ્મ છે ભૂત બંગલા, બીજી હેરા-ફેરી 3 અને ત્રીજી ફિલ્મ હેવાન છે. હાલમાં અક્ષયની જે ફિલ્મ માટે રાહ જોવાઈ રહી છે, તે સૈફ અલી ખાન સાથેની છે. જી હાં વર્ષો પછી આ જોડી સાથે દેખાવાની છે. તે સિવાય આ ફિલ્મમાં એક જાણીતી અભિનેત્રીની પણ એન્ટ્રી થવા જઇ રહી છે. જાણો કોણ છે આ અભિનેત્રી.
અક્ષય અને સૈફની ફિલ્મમાં કોની એન્ટ્રી?
એક રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમારની ફિલ્મમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી થઈ છે. હાલમાં તેની વેબ સીરિઝ ‘મંડલા મંડર્સ’ રિલીઝ થઈ હતી. આ સીરિઝને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. એક્ટ્રેસે સીરિઝમાં નેગેટિવ પાત્રની ભૂમિકા ભજવી હતી. તે સિવાય અભિનેત્રીએ ઓટીટી પર ઘણી સીરિઝમાં ખૂબ સારું કામ કર્યું છે. વાત ‘બ્રોકન ન્યૂઝ’ની હોય કે પછી Guilty Mindsની. તેણે તેના અભિનયથી દરેક પાત્રને ખૂબજ સારી ભજવ્યું છે. હવે તે અક્ષય કુમાર અને સૈફ સાથે પણ કામ કરવા જઇ રહી છે.
જાણો કોણ ભજવશે વિલનનું પાત્ર
હાલમાં અભિનેતા અક્ષય કુમાર જ વિલનનું પાત્ર ભજવશે, અક્ષયના નવા લૂકને જોઈ એવી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થયેલી મલયાલમ બ્લોકબસ્ટર Oppam ફિલ્મની રિમેક છે. જેને દિગ્દર્શક પ્રિયદર્શન છે. હાલમાં જ જાણવા મળ્યું હતું કે આ ફિલ્મમાં મોહનલાલ પણ મુખ્યપાત્રમાં જોવા મળશે.
ફિલ્મીની શૂટિંગ શરૂ થઈ ગઈ
‘હેવાન’ ફિલ્મની શૂટિંગ હાલમાં 23 ઓગસ્ટના રોજ કેરળના કોચીમાં શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે હાલમાં આ ફિલ્મમાં 4 અભિનેત્રીનું નામ કન્ફર્મ થઈ ગયું છે. અક્ષય કુમારે તેના ઇન્સ્ટા પોસ્ટ પર ફિલ્મના સેટનો વીડિયો પોસ્ટ કરી ચાહકોને સરપ્રાઇઝ આપી હતી.


