ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝનું એક નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયા પણ ફિલિસ્તીનને એક દેશ તરીકે માન્યતા આપી શકે છે. અલ્બાનીઝે સોમવારે એવા સંકેત આપ્યા કે તેઓ ફ્રાન્સ, બ્રિટન અને કેનેડાના સાથે મળીને ફિલિસ્તીનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી શકે છે.
ફિલિસ્તીનને માન્યતા મળવાનો શું અર્થ છે?
ફિલિસ્તીન એવો દેશ છે જેનું અસ્તિત્વ છે પણ અને નથી પણ. દુનિયાના ઘણાબધા દેશો ફિલિસ્તીનને માન્યતા આપે છે. વિદેશોમાં તેની દૂતાવાસ જેવી રાજનૈતિક મિશનો છે, અને તેની પાસે ઓલિમ્પિક જેવી રમતમાં સ્પર્ધા કરતી ટીમો પણ છે. તેમ છતાં ઇઝરાયલ સાથે ચાલી રહેલા લાંબા વિવાદના કારણે તેની નક્કી થયેલી આંતરરાષ્ટ્રીય સીમા નથી. કોઈ રાજધાની નથી અને કોઈ સૈન્ય પણ નથી.
ગાઝા પર હમાસનો કાબૂ
1990ના દાયકામાં શાંતિ સમજૂતીના ભાગરૂપે ઇઝરાયલના વેસ્ટ બેંક વિસ્તારમાંના કબ્જાને કારણે ફિલિસ્તીન પ્રાધિકરણની રચના કરવામાં આવી હતી. જોકે તેને પણ વેસ્ટ બેંકમાં પૂરતું નિયંત્રણ નથી. જ્યારે ગાઝા વિસ્તારમાં હમાસનો કાબૂ છે અને હાલ ગાઝા વિસ્તાર સંપૂર્ણ રીતે ધ્વસ્તકારી યુદ્ધના ભયંકર દોરમાંથી ગુજરી રહ્યો છે.
નેતન્યાહૂ માટે એક ચિંતાનો વિષય
આજની જે પરિસ્થિતિ છે તેમાં ફિલિસ્તીન અધૂરો દેશ છે.આવા સંજોગોમાં જ્યારે ફ્રાંસ, બ્રિટન અને કેનેડા જેવી ત્રણ મહાશક્તિઓ તેને એક દેશ તરીકે માન્યતા આપે છે તો એ કદાચ પ્રતિકાત્મક પગલું હશે. પણ ફિલિસ્તીન માટે આ એક મજબૂત નૈતિક સમર્થન થશે.આ એક શક્તિશાળી રાજકીય સંદેશ રહેશે. ભલે જમીનસ્તરે મોટા ફેરફાર ન થાય. પણ આ સંદેશ ઇઝરાયલ અને તેની સરકાર માટે ખાસ કરીને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે એક ચિંતાનો વિષય બની શકે છે.


