NATIONAL : ટેરિફ ટેન્શન વચ્ચે પી એમ મોદી મળશે ડોનાલ્ડ ટ્રમ્પને? સપ્ટેમ્બરમાં યોજાવાની છે યુ એન જી એ ની બેઠક

0
61
meetarticle

PM નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે. તેઓ ન્યૂયોર્ક શહેરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં હાજરી આપશે.

આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ભારત-અમેરિકા સંબંધોમાં તાજેતરના તણાવ વચ્ચે આ સંભવિત બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૈશ્વિક નેતાઓ સાથે કરશે બેઠક 

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરશે, જેમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીનો પણ સમાવેશ થઈ શકે છે. યુએનજીએ સમિટ સપ્ટેમ્બરમાં યોજાશે અને 23 સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં વિશ્વ નેતાઓ આવવાનું શરૂ કરશે.

જો સૂત્રોનું માનીએ તો ટ્રમ્પ ઇચ્છે છે કે પીએમ મોદી તેમને મળવા આવે. તેથી શક્યતા છે તે પીએમ મોદી ન્યૂયોર્કની મુલાકાત લઈ શકે છે. જો બધું બરાબર રહ્યું, તો પીએમ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને QUAD સમિટ માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપશે. જો બધું બરાબર રહ્યું તો QUAD સમિટ ઓક્ટોબરમાં યોજાઈ શકે છે.

જો પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ મળે તો સાત મહિનામાં બંને નેતાઓ વચ્ચે બીજી મુલાકાત હશે. અગાઉ પીએમ મોદીએ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધો મજબૂત થયા હતા, પરંતુ બીજા કાર્યકાળમાં ટેરિફ પર ટ્રમ્પના કડક વલણથી સંબંધોમાં તિરાડ પડી છે, જોકે ટ્રમ્પે વડા પ્રધાન મોદીને પોતાના મિત્ર ગણાવે છે.

અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવ્યો 

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં સૌથી મોટો અવરોધ એ છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રને અમેરિકન બજાર માટે ખોલવા માટે તૈયાર નથી. 25% ટેરિફ લાદવાની સાથે, ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ વધારાના 25% ટેરિફની પણ જાહેરાત કરી જેના કારણે કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આમાંથી 25% ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે, જ્યારે બાકીના 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ સમયમર્યાદા પહેલા, બંને દેશો ઝડપથી વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યા છે.

અમેરિકા કેમ છે નારાજ ? 

રશિયા પાસેથી તેલની ખરીદી એ બીજો મોટો વિવાદ છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ ખરીદી રશિયાને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહી છે. ટ્રમ્પ ભારત પર તેલની આયાત ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે, જેથી રશિયાને આર્થિક રીતે અસર થાય.

ભારતે અમેરિકન ટીકાને નકારી કાઢી છે અને કહ્યું છે કે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ, રસાયણો અને ખાતરો ખરીદે છે, જેના પર ભારતે પણ વાંધો વ્યક્ત કર્યો છે. ભારત હવે 15 ઓગસ્ટે ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક પર નજર રાખી રહ્યું છે, જેમાં બંને નેતાઓ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here