સવારના નાસ્તામાં કંઈક નવું અને પૌષ્ટિક શોધી રહ્યા છો, તો પાલક રવા ડોસા બેસ્ટ ઓપ્શન છે. નોંધી લો આ ટેસ્ટી વાનગી બનાવવાની રેસીપી.
શિયાળામાં લોકો પાલક ખાવાનું પસંદ કરે છે. પાલક પોષકતત્વોથી ભરપૂર છે. પાલકનું વિવિધ રીતે સેવન કરી તમે અનેક ફાયદા મેળવી શકો છો. પાલકનો જયુસ, પાલક પનીરનું શાકખાઈને કંટાળી ગયા છે. સાઉથ અને પંજાબની મિક્સ ફયૂઝન છે પાલકની આ સ્વાદિષ્ટ વાનગી. આજે તમને આથો લાવવાની ઝંઝટ વગર ફટાફટ બનતી ટેસ્ટી વાનગી વિશે જણાવીશું. પાલક રવા ડોસા નાસ્તા અથવા હળવા લંચ માટે બેસ્ટ વિકલ્પ છે. જાણો પાલક રવા ડોસા બનાવવાની રીત.
પાલક ઢોસા બનાવવા માટેની સામગ્રી
1 કપ – રવો (સોજી)
1/4 કપ – ઘઉંનો લોટ
1/4 કપ – ચોખાનો લોટ
1 કપ – પાલક
લીલા મરચાં, આદુ, જીરું, મીઠું – સ્વાદ મુજબ
પાણી અને તેલ જરૂર મુજબ

પાલક રવા ઢોસા બનાવવાની રીત :
ઠંડીમાં મોટાભાગના લોકો પાલક અને પનીર ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ પાલકના ડોસા ખાશો તો તમે વારંવાર ખાવાની જીદ કરશો. આ વાનગી બનાવવા માટે સૌ પ્રથમ પાલકને સારા પાણીથી ધોઈ લો. પછી બીજા પાણીમાં ઉકાળો અને ઠંડુ કરો. ત્યારબાદ આ પલાળેલ પાલકને ક્રશ કરી લો. પછી એક મોટા વાસણમાં સોજી, ઘઉંનો લોટ અને ચોખાનો લોટ ઉમેરો. તેમાં ક્રશ કરેલી પાલક, લીલા મરચાં, આદુ, જીરું અને મીઠું ઉમેરો. હવે થોડું થોડું પાણી ઉમેરીને પાતળું દ્રાવણ તૈયાર કરો. આ મિશ્રણને ઢાંકીને 10-15 મિનિટ માટે બાજુ પર રાખો. તવાને ગરમ કરો અને થોડું તેલ લગાવો. તવા પર બેટર ફેલાવો અને પાતળા ઢોસા બનાવો. મધ્યમ તાપ પર બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પાલક રવા ઢોસાને શેકી લો. તૈયાર થઈ ગયા તમારા પાલક રવા ઢોસા. આ ટેસ્ટી ઢોસાને કોથમીરની ચટણી અને ટોપરાની ચટણી સાથે ખાવ.
