ગુજરાતમાં અનેક શિવ મંદિરો આવેલા છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરમાં શ્રાવણમાં ભારે ભીડ રહે છે. આ ઉપરાંત વડોદરામાં આવેલ શિવ મંદિર પણ પ્રચલિત છે. આ શિવમંદિરની વિશેષતા છે કે તે ધનના દેવતા કુબેરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
કુબેરેશ્વર મહાદેવ કે જેને કુબેર ભંડારી મંદિર પણ કહે છે ત્યાં તહેવાર અને પૂનમ અને અમાસ જેવા ખાસ દિવસોમાં ભકતો મંદિરમાં ભગવાનના દર્શનનો લાભ લે છે. શ્રધ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ માટે તેમજ ધન-સમૃદ્ધિની કામના સાથે કુબેર ભગવાન પાસે બાધા રાખે છે અને પૂર્ણ થતા મહાભોગ પણ ચઢાવે છે.
ગુજરાતમાં અનેક શિવ મંદિરો આવેલા છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરમાં શ્રાવણમાં ભારે ભીડ રહે છે. આ ઉપરાંત વડોદરામાં આવેલ શિવ મંદિર પણ પ્રચલિત છે. આ શિવમંદિરની વિશેષતા છે કે તે ધનના દેવતા કુબેરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. કુબેરેશ્વર મહાદેવ કે જેને કુબેર ભંડારી મંદિર પણ કહે છે ત્યાં તહેવાર અને પૂનમ અને અમાસ જેવા ખાસ દિવસોમાં ભકતો મંદિરમાં ભગવાનના દર્શનનો લાભ લે છે. શ્રધ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ માટે તેમજ ધન-સમૃદ્ધિની કામના સાથે કુબેર ભગવાન પાસે બાધા રાખે છે અને પૂર્ણ થતા મહાભોગ પણ ચઢાવે છે.
પવિત્ર શ્રાવણ મહિનામાં વડદોરાના કરનાળીમાં કુબેરનું મંદિરમાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે
ભગવાન શિવ કુબેરના કઠિન તપથી પ્રસન્ન થઈ આપ્યું વરદાન, અને કરનાળીના નર્મદા નદીના કિનારે શિવ મંદિર બન્યું કુબેરેશ્વર મહાદેવ
આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન લહાવો લીધો, મંદિર પરિસર ‘બમ બમ ભોલે’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યાં હતાં.
કુબેર ભંડારી મંદિર દેશનાં પવિત્ર અને પ્રસિધ્ધ મંદિરોમાં ગણના થાય છે, આ મંદિરમાં ભક્તો ભગવાન કુબેરની સાથે માતા મહાકાળીના દર્શન કરીને ધન્યતા અનુભવે છેકરનાળીના કુબેર ભંડારી મંદિરમાં શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેકનું માહાત્મય છે, મધ, તલ, દૂધ અને ઘી સહિતની સામગ્રીથી જળાભિષેક કરાય છે


