રાજકોટ જીલ્લામાંથી હદપાર થયેલ ઈસમો ઉપર વોચ રાખી હદપારી હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જેથી રૂરલ એલસીબી સ્ટાફના એએસઆઈ રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિહ જાડેજા, વકારભાઈ અરબ, રોહિતભાઈ બકોત્રા, તથા પો.કોન્સ પ્રકાશભાઈ પરમાર શાપર વેરાવળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
તે અન્વયે રાજકોટ જીલ્લા તથા રાજકોટ શહેરની હદમાંથી ૪૫ દિવસની મુદત માટે હદપાર થયેલ ગૌરીબેન કાનજીભાઈ રાઠોડને (શા) વેરાવળના બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે શાપર પોલીસને સોંપી આપેલ છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


