જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતી વિધવા મહિલાની ગઇ મોડી રાત્રે તલવારના ચાર જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવાઇ હતી, જે હત્યા નિપજાવનાર એક હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા પાસે અઘટિત માંગણી કરતાં તેનો ઇન્કાર કર્યો હોવાથી આ હત્યા નીપજાવાઇ હોવાનું જાણવા મળી રહ્યં છે. પોલીસ દ્વારા આરોપીને શોધવા માટેની કવાયત કરાઇ છે.
હત્યાના બનાવની વિગત એવી છે કે જામનર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતી નીલમબેન મહેશભાઇ અશવાર નામની 36 વર્ષની વિધવા મહિલા, કે જેના ઉપર રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તલવારના ચાર જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવાઇ હતી. અને તેણીનું બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે સલાયામાં રહેતા મૃતક નીલબેનના ભાઇ જયદિપભાઇ અરવિંદભાઇ વ્યાસે સિક્કા પોલીસ મથકમાં આવી પોતાની બહેનની હત્યા નિપજાવવા અંગે સિક્કા હાઇવે રોડ પર હોટલ ચલાવતા સિક્કા ગામના સુખદેવસિંહ વીરાજી જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ મૃતક મહિલા પાસેથી અઘટિત માંગણી કરી હોવાથી તેનો ઇન્કાર કર્યો હોવાના કારણે આ હત્યા નિપજાવાઇ હોવાની આશંકા વ્યકત કરાઇ છે. હાલ આરોપી ભાગી છૂટયો હોવાથી સિક્કા પોલીસ તેને શોધી રહી છે.
મૃતક મહિલા કે જેના પતિનું અવસાન થઇ ગયું છે અને પોતાના બે સંતાનો સાથે પંચવટી સોસાયટીમાં રહેતી હતી અને આરોપીના સંપર્કમાં આવ્યા બાદ કઇ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ હત્યા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સિક્કા પોલીસ હત્યારા આરોપીને શોધી રહી છે.


