SURAT : સુરતમાં હીરાની ઘંટીમાં મહિલાનો દુપટ્ટો ફસાતાં માથાના તમામ વાળ ખેંચાઈ ગયા

0
166
meetarticle

સુરતમાં હીરાના કારખાનામાં રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી એ દરમિયાન ખભા પર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીની સરણમાં આવી તેના માથા પરથી તમામ વાળ ખેંચાઈને અલગ થઈ જતા મહિલાને લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ચોકબજારમાં આવેલા ઉદયનગરમાં 30 વર્ષીય મહિલા કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી રહી છે.હીરા ઘસતી વખતી ઘંટીમાં રહેલી સરણમાં મહિલાના ખભા પરનો દુપટ્ટો આવી ગયો હતો. આ દુપટ્ટાની સાથે જ મહિલાના વાળ અને તે પોતે પણ ખેંચાઈ ગઈ હતી અને થોડી ક્ષણોમાં જ તેના માથામાંથી તમામ વાળ છૂટા પડી ગયા જતા મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાઇ હતી.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here