GANDHINAGAR : મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

0
146
meetarticle

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે  તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.

મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૧ સેજા કચેરી, ૧ ઘટક કચેરી અને ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં પરંપરાગત પદ્ધતિથી અને GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી નવનિર્મિત આંગણવાડી કેન્‍દ્રોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here