WORLD : અમેરિકા-ઇઝરાયેલનો ઇરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો

0
17
meetarticle

અમેરિકા અને ઇઝરાયેલે ઇરાનના ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરતાં ઇરાને હવે વળતા હુમલાની ધમકી આપતા સાઉદી અરેબિયા, યુએઈ અને કતારમાં ચાલતા બધા પેટ્રોકેમિકલ પ્લાન્ટ ખાલી કરવાનો આદેશ જારી કર્યો છે. ેતેણે ખાડી દેશોના પેટ્રોકેમિકલ સંકુલો પર હુમલો કરવાની ચીમકી આપી છે. તેથીે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ૧૦૯.૯૫ થઈ લગભગ ૧૧૦ ડોલરને સ્પર્શી ગયો હતા.

ઇઝરાયેલે ઇરાન પર પ્રહાર કરતાં તેના ટોચના ઇન્ટેલિજન્સ મિનિસ્ટર ઇસ્માઇલ ખતીબને ખતમ કર્યા હતા. અમેરિકાએ હોર્મુઝની ખાડી ખોલાવવા માટે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ પર કરેલા હુમલામાં ૫૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો.આ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ એવા લક્ષ્યો પર હુમલો કરવા કરવામાં આવે છે જે બહુ મજબૂત હોય અથવા જમીનમાં ઊંડે સુધી હોય. તેની સાથે ઇરાનના ઓફશોર નેચરલ ગેસ ફિલ્ડ સાઉથ પાર્સ પર હુમલો કર્યો હતો. અમેરિકા અને ઇઝરાયેલના ડ્રોને અસલાયુહમાં આવેલા ગેસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને ટાર્ગેટ બનાવ્યા હતા. આના પગલે પ્લાન્ટ બંધ કરી દેવો પડયો હતો. સાઉથ પાર્સમાં ૨૦૦૨માં ઉત્પાદન શરૂ થયુ હતુ. તે ઇરાન અને ઓમાનનું સંયુક્ત ઓઇલફિલ્ડ છે. ઇરાનના કુલ ગેસ ઉત્પાદનમાં તેનો હિસ્સો ૭૦થી ૭૫ ટકા છે. આ સિવાય તે ઇરાનના પેટ્રોકેમિકલ્સ અને ગેસોલીન ઉત્પાદન માટે કાચામાલ તરીકે કામ કરે છે.આ સિવાય નાટોએ સાથ ન આપતા ગીન્નાયાલે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અમારે કોઈની મદદની જરૂર નથી.

આના પગલે હવે આ યુદ્ધ ઇરાનના ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર સુધી ફેલાતા ઇરાને પણ મધ્યપૂર્વના ઉપરોક્ત ત્રણ દેશોના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવવાની ચીમકી આપી હુમલા શરુ કરી દીધા છે. ઇરાને સાઉદી અરેબિયાની સામરેફ રીફાઇનરી અને તેના જુબેઇલ પેટ્રોકેમિકલ કોમ્પ્લેલેક્સ, યુએઈના અલ હસન ગેસ ફિલ્ડ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ અને કતારમાં રીફાઇનરીને ટાર્ગેટ બનાવવાની ધમકી આપી છે.

ઇરાને બુધવારે સાઉદી અરેબિયાના ઓઇલ ફિલ્ડવાળા વિસ્તારોમાં હુમલો કર્યો હતો. તેની સાથે-સાથે યુએઈ, કતાર, બહેરિન અને કુવૈતમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન તેણે ઇઝરાયેલમાં તેલઅવીવ પર કરેલા હુમલામાં બેના મોત થયા છે. ઇરાને જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલ સિવાય બધા માટે હોર્મુઝની ખાડી ખુલ્લી રહેશે.

ઇરાનના ટોચના અધિકારી લારીજાનીની હત્યાના જવાબમાં ઇરાનીયન રીવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયેલ પર મિસાઇલો વડે જંગી આક્રમણ કર્યુ છે, જેનાથી તેને મોટાપાયા પર ફટકો પડશે. આ દરમિયાન ઇરાનના પરમાણુ મથક પર અજાણ્યા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમા ખાસ નુકસાન થયું નથી, એમ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું.

યુએઈએ જણાવ્યું હતું કે બુધવારે તેના પર ૧૩ મિસાઇલ અને ૨૭ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇરાનના લારેસ્ટન શહેરમાં કોર્ટહાઉસ પર થયેલા હુમલામાં આઠના મોત થયા છે. જ્યારે નાટોએ જણાવ્યું છે કે તે દક્ષિણ તુર્કીમાં ઇરાનના હુમલાનો સામનો કરવા માટે પેટ્રિયેટ એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવશે. જર્મનીમાં રેમસ્ટેઇન ખાતે એલાઇડ એરકમાન્ડ દ્વારા મોકલવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here