WORLD : અલ્બાનિયાનાં પ્રથમ AI મંત્રી ડિએલા ‘ગર્ભવતી’ : ’83 બાળકો’ને પેદા કરશે!

0
54
meetarticle

 જર્મનીના બર્લિનમાં યોજાયેલા ગ્લોબલ ડાયલોગ સંમેલનમાં અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ચોંકાવનારી જાહેરાત કરી હતી. અલ્બાનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે અને તે ૮૩ બાળકોને જન્મ આપશે એવું નિવેદન આપીને એડી રામાએ ચર્ચા જગાવી છે. અલ્બાનિયામાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાના હેતુથી વડાપ્રધાને સપ્ટેમ્બરમાં એઆઈ એજન્ટને મંત્રી બનાવવાની જાહેરાત કરી હતી.

ડિએલા દુનિયામાં પ્રથમ એઆઈ એજન્ટ છે, જેને મંત્રીપદ મળ્યું છે. અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ડિએલાને એઆઈ વિભાગના મંત્રી બનાવીને દેશમાં ભ્રષ્ટાચાર નાબુદીનું કામ તેને સોંપ્યું હતું. ડિએલાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે અલ્બાનિયાની મહિલાઓ પહેરે છે તેવા પરંપરાગત પોશાકમાં દેખાય છે. વહીવટમાં કોઈ ગરબડ હોય તો એના પર નજર રાખવાનું ડિએલાનું કામ છે. ડિએલા દુનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટર છે.

હવે બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમમાં અલ્બાનિયાના વડાપ્રધાને કહ્યું એ પ્રમાણે એઆઈ મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે. આવું ટેકનિકલ શક્ય નથી, પરંતુ વડાપ્રધાને થોડાં ફિક્શનલ અંદાજમાં આ વાત કરી હતી. તેમનો કહેવાનો અર્થ એવો હતો કે અલ્બાનિયામાં ડિએલાની ડિઝાઈન પ્રમાણે જ ૮૩ એઆઈ એજન્ટ બનાવાશે. ૨૦૨૬ સુધીમાં આ એઆઈ એજન્ટ સત્તાધારી પાર્ટીના બધા જ ૮૩ સાંસદોના સહાયક બનશે. સાંસદો હાજર નહીં એ સત્રનું કામ પણ આ એજન્ટ તપાસશે અને તેના આધારે સાંસદોને સલાહ-સૂચન આપશે. સંસદમાં થતી ચર્ચા-વિચારણાનો આ એઆઈ એજન્ટ્સ રેકોર્ડ રાખશે. લોકોના પ્રશ્નો અંગે સાંસદોનું ધ્યાન દોરશે. એક રીતે સત્તાધારી પાર્ટીના સાંસદોને ૨૦૨૬ સુધીમાં એઆઈ આસિસ્ટન્ટ મળી જશે.

એ એઆઈ એજન્ટ્સમાં ડિએલાની ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે. તે અર્થમાં ડિએલા ૮૩ બાળકોની માતા બનશે એવું વડાપ્રધાન એડી રામાએ કહ્યું. તેમનું આ નિવેદન દુનિયાભરમાં વાયરલ થયું હતું અને ચર્ચાસ્પદ બન્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here