WORLD : ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ : ગાઝામાં ‘શાંતિ’ની શરૂઆત

0
33
meetarticle

 ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામના પગલે ગાઝાપટ્ટીમાં શાંતિયુગનો પ્રારંભ થયો છે. ઇઝરાયેલની કેબિનેટે યુદ્ધ અટકાવવાની મંજૂરી આપતા જ યુદ્ધ અટક્યું હતું. હવેના તબક્કામાં ઇઝરાયેલ અને હમાસ એકબીજાના કેદીઓની આપલે કરશે. ઇઝરાયેલે ગાઝામાં બપોરના સમયે  યુદ્ધ અટકાવવાની જાહેરાત કરી હતી, જો કે શુક્રવાર સવાર સુધી ઇઝરાયેલનું બોમ્બાર્ડિંગ ચાલું હતું. 

જો કે બપોર પછી કોઈપણ પ્રકારનું બોમ્બાર્ડિંગ થયું નથી. આમ યુદ્ધવિરામના પગલે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતા યુદ્ધવિરામનો અંત આવશે. આ શાંતિ યોજનાનો પ્રથમ તબક્કો કાર્યાન્વિત તો થઈ ગયો છે, પરંતુ હજી પણ ટ્રમ્પની આ શાંતિ યોજનાને લઈને અનેક સવાલો તો ઊભા જ છે. તેમા એક વાત હમાસને શસ્ત્રવિહીન કરાશે અને ગાઝાનું સંચાલન કોણ કરશે. 

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ જણાવી ચૂક્યા છે કે ઇઝરાયેલનું ધ્યેય આગામી તબક્કામાં હમાસને શસ્ત્રવિહીન કરવાનું હશે અને તેના પછી ગાઝાને ડીમિલિટરાઇઝ્ડ ઝોનમાં પરિવર્તીત કરી દેવાશે. આ બધું સરળ રીતે થઈ શકે તેમ છે અને સરળ રીત ન થાય તો પછી અઘરી રીતે કામ કરતાં અમને કોઈ રોકી નહી શકે. હમાસના ગળા પર બંદૂક ન મૂકાય ત્યાં સુધી તે માનતું નથી. હમાસ ૪૮ બંધકો છેોડશે, તેમાથી ૨૦ જ જીવતા હોવાનું મનાય છે. તેની સામે ઇઝરાયેલ બે હજાર પેલેસ્ટાઇનીઓને છોડશે. 

ઇઝરાયેલનું લશ્કર ગાઝાના બહારના પ્રાંતોમાં રહેશે. જ્યારે મુખ્યત્વે આરાબ અને મુસ્લિમ સૈનિકો ધરાવતુ યુએન દળ ગાઝાના અંતરિયાળ વિસ્તારોમાં રહેશે. ઇઝરાયેલના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ અમલમાં આવતા લશ્કરી દળો બપોરે તેમણે છેલ્લે જે પોઝિશન બનાવી હતી ત્યાંથી પાછા હટી ગયા છે.ઇઝરાયેનલા સુરક્ષા અધિકારીએ નામ આપવાની શરતે જણાવ્યું હતું કે નવી પોઝિશન્સ પર પણ રહીને ઇઝરાયેલનું લશ્કર ગાઝાના ૫૦ ટકા હિસ્સા પર તો અંકુશ રાખશે જ.

ઇઝરોયેલ પર હમાસે ૭મી ઓક્ટોબર પર કરેલા હુમલામાં ૧,૨૦૦ના મોત થયા હતા અને ૨૫૧થી વધુને બંધક બનાવાયા હતા. જ્યારે ઇઝરાયેલની વળતી કાર્યવાહીમાં ૬૭ હજારથી વધારે પેલેસ્ટાઇનીઓના મોત થઈ ચૂક્યા છે. ઇઝરાયેલ તો ગાઝા પર તેનો કબ્જો કરવની ફિરાકમાં હતું

ગાઝામાં યુદ્ધવિરામનું પાલન કરાવવા અમેરિકા 200 જણાને મોકલશે

વોશિંગ્ટન : અમેરિકા ઇઝરાયેલને મદદ કરવા અને ગાઝામાં યુદ્ધવિરામ પર નજર રાખવા માટે તેના ૨૦૦ લશ્કરી જવાન મોકલશે. તેમા ભાગીદાર દેશો હશે, સ્વૈચ્છિક સંગઠનો હશે અને ખાનગી ક્ષેત્રના લોકો પણ હશે, એમ અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ઇઝરાયેલમાં સિવિલ-મિલિટરી કોઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરશે. આ કેન્દ્ર માનવીય મદદનો પ્રવાહ ગાઝામાં વહાવડાવવામાં મદદ કરશે. તેની સાથે સુરક્ષાલક્ષી મદદ પણ કરશે. યુદ્ધવિરામના પ્રથમ તબક્કાના સફળ અમલ પછી બીજા તબક્કાની વાટાઘાટ શરૂ થશે. તેમા હમાસને શસ્ત્રવિહિન કરવુ, ઇઝરાયેલી દળોનું પરત જવું અને આ પ્રાંતના ભાવિ સત્તામંડળની રચનાનો સમાવેશ થાય છે. કોઓર્ડિનેશના સ્ટાફમાં યુએસના પરિવહન, આયોજન, સિક્યોરિટી, લોજિસ્ટિક્સ, એન્જિનિયરિંગમાં નિપુણતા ધરાવતા ૨૦૦ યુએસ સર્વિસ મેમ્બરોને મોકલવામાં આવશે. અમેરિકાનો કોઈપણ લશ્કરી કર્મચારીને ગાઝા નહીં મોકલાય

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here