WORLD : ઇરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા? કહ્યું – હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરીએ

0
16
meetarticle

મિડલ ઈસ્ટમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું જંગ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાનના તેલ અને ગેસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. જોકે, હવે આ વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી અને કડક ચેતવણી આપીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈરાને કતાર પર હુમલો કરવાની ભૂલ કરી, તો પરિણામ ભયંકર આવશે.

દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર શું થયું?

બુધવારે દુનિયાના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર ઈઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈરાન ઉશ્કેરાયું છે અને તેણે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ હુમલો માત્ર ઈઝરાયલનું ઓપરેશન હતું અને તેમાં અમેરિકા કે કતારની કોઈ ભૂમિકા નહોતી.

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી ‘કતારને અડશો નહીં’

ઈરાની અધિકારીઓએ ધમકી આપી હતી કે, તેઓ આગામી કલાકોમાં સાઉદી અરેબિયા, UAE અને કતારની પાંચ ઉર્જા સુવિધાઓને નિશાન બનાવશે. આ ધમકી પર ટ્રમ્પે વળતો પ્રહાર કરતા લખ્યું કે, “ઈરાન અત્યારે મૂંઝવણમાં છે. તેણે ખોટી રીતે કતારની LNG સુવિધા પર હુમલો કર્યો છે. ઈરાન સમજી લે કે જ્યાં સુધી તે નિર્દોષ કતાર પર હુમલો નહીં કરે, ત્યાં સુધી ઈઝરાયલ સાઉથ પાર્સ પર બીજો કોઈ હુમલો નહીં કરે.

અમેરિકાનો ‘પાવરફુલ’ પ્લાન

ટ્રમ્પે ઈરાનને ચેતવતા કહ્યું છે કે જો ઈરાને કોઈ પણ ‘મૂર્ખામીભર્યું’ પગલું ભર્યું, તો અમેરિકા પોતે મેદાનમાં ઉતરશે. ટ્રમ્પે ચેતવણી ધમકી આપતા દાવો કર્યો કે, જો કતાર પર હુમલો થયો, તો અમેરિકા ઈઝરાયલની મદદ વગર પણ આખા સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને ઉડાવી દેશે. આ હુમલો એટલી તાકાત સાથે કરવામાં આવશે કે જે ઈરાને ક્યારેય જોયો નહીં હોય.

શા માટે કતાર મહત્વનું છે?

કતાર દુનિયાનો સૌથી મોટો LNG નિકાસકાર દેશ છે અને તે અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. સાઉથ પાર્સ ગેસ ફિલ્ડનો મોટો હિસ્સો ઈરાન પાસે છે, જ્યારે તેનો બીજો ભાગ કતાર પાસે છે (જેને ‘નોર્થ ફિલ્ડ’ કહેવાય છે). ટ્રમ્પ ઈચ્છે છે કે આ આંતરરાષ્ટ્રીય ઉર્જા માળખાને કોઈ નુકસાન ન પહોંચે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here