WORLD : ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય

0
18
meetarticle

મધ્ય પૂર્વમાં તંગદિલી દિવસે દિવસે વધતી જાય છે. યુદ્ધનો આજે ૯મો દિવસ છે. શાંતિ ક્ષિતિજ ઉપર પણ દેખાતી નથી. ઇરાન, ઇઝરાયેલ, અમેરિકાને મુંહતોડ જવાબ આપે છે. સતત મિસાઇલ્સ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે- દાવો કર્યો છે, કે તેણે ઓપરેશન પ્રોમિસ ૪ નીચે ૨૭મી વખત હુમલા શરૂ કરી દીધા છે. તેનાં એરોસ્પેસ ડીવીઝન સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ સીસ્ટમ વિકસાવી શરૂ કરી છે. તેનું નામ રાખ્યું છે ખૈબર શેકુન સોલિડ ફ્યુઅલ મિસાઇલ તેની ગતિ પણ ઘણી વધુ છે. તની વિશેષતાઓ આ પ્રમાણે છે ઃ (૧) તે મિનિટોમાં લૉન્ચ કરી શકાય છે. (૨) તેને સ્ટોર કરવી અને હેન્ડલ કરવી સરળ છે. (૩) સોલિડ ફ્યુઅલ હોવાથી વધુ પે-લોડ લઇ શકે તેમ છે (૪) તેની સ્પીડ ખૂબ તેજ છે (૫) લાંબા અંતર સુધી તે ઘણો બધો પે વર્ક લઇ જઈ શકે તેમ છે.૧૯૭૦માં તે સમયનાં સોવિયેત સંઘે તેનો ઉપયોગ કર્યો હતો. તેનું નામ એસ.એમ.વી.એલ.પાડયું હતું. અને ૧૯૯૦માં તેવાં સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ બનાવ્યાં હતાં.

તેમાં સોલિડ ફ્યુએલ વહેલું પણ ભરી શકાય તેમ છે. છેક છોડતી વખતે જ ફયુએલ ભરવું પડે તમ નથી. તેની ગતિ પ્રચંડ છે. ઇરાને ઉત્તર ઇઝરાયેલમાં આવાં મિસાઇલ વહેતાં મુક્યાં છે. ઇરાન નમતું જોખે તેમ નથી. પરિસ્થિતિ ગંભીર બની છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here