WORLD : ઇરાનમાં સત્તા પલટો, અમેરિકન સેના હવે પરત જશે : ટ્રમ્પ

0
24
meetarticle

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાનમાં સત્તાપલટો થયો છે. અમેરિકન સેના બેથી ત્રણ સપ્તાહમાં યુદ્ધ ખતમ કરી પરત જશે. હવે શું ઇરાનમાં ખરેખર તખ્તાપલટ થયો છે. ઇરાનના પ્રમુખ પેઝેકિશ્યન પાસે કોઈ સત્તા રહી નથી. બધી જ સત્તા આઆઇરજીસી પાસે છ. પેજેકિશ્યને કરેલી બધી જ નિમણૂકો સામે આઇઆઇરજીસીએ ઇન્કાર કરતાં  અને યુદ્ધ સમયે તેની ઇચ્છા મુજબની નિમણૂકોની માંગ કરતાં આ વાતે વેગ પકડયો છે.  

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તો ત્યાં સુધી જણાવ્યું છે કે ઇરાનના નવા પ્રમુખે તો યુદ્ધવિરામની વિનંતી મૂકી છે, પરંતુ અમે સામે અમારી શરતો મૂકી છે. ઇરાનના નવા શાસનના પ્રમુખ તેમના ભૂતપૂર્વ પ્રમુખોની તુલનાએ ઓછા કટ્ટર છે અને વધુ બુદ્ધિશાળી છે. ટ્રમ્પે તેના નિવેદનમાં જણાવ્યું નથી કે તે ઇરાનના નવા પ્રમુખ કોને કહે છે.

ટ્રમ્પના નિવેદનો જોક્સને પણ શરમાવે તેવા: ઇરાન

 ઇરાનમાં નવી સરકાર આવી હોવાના ટ્રમ્પના દાવા સામે ઇરાનના મુંબઈ સ્થિત રાજદૂતાવાસે મજાક કરતાં જણાવ્યું છે કે ટ્વીટ કરવાથી પ્રમુખો બદલાતા નથી, તે ચૂંટણીથી બદલાય છે. પહેલી એપ્રિલના રોજ ટ્રમ્પે આખા વિશ્વને શાનદાર રીતે એપ્રિલ ફુલ બનાવ્યું છે. ટ્રમ્પની હરકતો જોક્સને પણ શરમાવે તેવી છે. ટ્રમ્પના નિવેદનને ઇરાને ફગાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે અમે અમેરિકા સાથે કોઈ યુદ્ધવિરામની માંગ કરી નથી. હજી યુદ્ધ ચાલુ છે. હોર્મુઝની ખાડી હજી પણ અમારા અંકુશમાં છે. આઇઆરજીએસ કમાન્ડરે પણ સત્તા પરિવર્તન અંગેની ટ્રમ્પની વાતોને રદિયો આપ્યો છે. ઇરાનના લશ્કરી પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો. 

યુએઈ અમેરિકાને યુદ્ધમાં સાથ આપવા જંગના મેદાનમાં ઉતરવા તૈયાર

ખાડી યુદ્ધમાં સૌપ્રથમ ખાડીદેશ તરીકે યુએઈએ અમેરિકાને સાથ આપવા યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારી બતાવી છે. યુએઈએ હોર્મુઝની ખાડી બળ વાપરીને ખોલવાની યોજના વિશ્વ સમક્ષ રજૂ કરી છે. યુએઈ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ પ્રસ્તાવ લાવવા પ્રયત્નશીલ છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કાર્યવાહીને અધિકૃતતા મળે. યુએઈમાં અમેરિકાની સાથે-સાથે યુરોપ અને એશિયાની લશ્કરી તાકાતોને પણ આ મિશનમાં સામેલ થવા આગ્રહ કર્યો છે. એક સમય હતો જ્યારે યુએઈ ખાડી યુદ્ધ ટાળવા માટે અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થતાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. હવે તે સીધુ અમેરિકાની તરફેણમા યુદ્ધમાં કૂદી પડયું છે. યુએઈનું કહેવું છે કે આખા ઇરાનની વાત બાજુએ મૂકીએ તો પણ હોર્મુઝની જોડેના જે બેથી ત્રણ ટાપુઓ છે તેના પર પણ જો અંકુશ મેળવી લેવાય તો હોર્મુઝનો કાયમ માટે છૂટકારો થઈ જાય. 

હોર્મુઝની ખાડી કંઈ અમેરિકા માટે ખોલવાની નથી: ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડી કંઈ અમારા માટે ખોલવાની નથી. તેને અમરિકાના સહયોગી દેશો માટે ખોલવાની હતી. અમેરિકા હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય તેવી કોઈ વસ્તુ મંગાવતુ નથી. તેથી તેને હોર્મુઝની ખાડી ખુલ્લી રહે કે બંધ રહે તેનાથી કોઈ ફેર પડતો નથી. હવે જો અમારા સહયોગી દેશો જ અમને આના માટે સહકાર આપવા તત્પર ન હોય તો પછી તેઓએ જે કરવું હોય તે કરે. અમારે જે કરવું હોય તે અમે કરીશું. 

મધ્યપૂર્વમાં ઉત્તરોતર વધતી જતી અમેરિકન સૈનિકોની સંખ્યા

અમેરિકા એકબાજુએ યુદ્ધ પૂરુ કરવાની વાત કરી રહ્યું છે તો બીજી બાજુએ અખાતમાં તેના સૈનિકોની સંખ્યા સતત વધી રહ્યું છે. વધુ એક અરક્રાફ્ટ કેરિયર જ્યોર્જ બુશને ત્યાં તૈનાત કરવામાં આવ્યું છે. આ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપમાં છ હજારથી પણ વધુ ખલાસીઓ છે. આના કારણે અમેરિકન લશ્કર ભૂમિ આક્રમણ કરવાનું હોય તેવી સંભાવના પ્રબળ બની રહી છે. તેથી આગામી દિવસોમાં ઇરાનના મોરચે કંઇક મોટું થઈ શકે.  અમેરિકા લગભગ પાંચ હજારથી વધુ મરીન ઉતારી ચૂક્યું છે. આ ઉપરાંત અમેરિકન યુદ્ધપ્રધાન હેગસેથ પણ અખાતમાં આવ્યા હતા. આ બતાવે છે કે આગામી દિવસોમાં અખાતમાં કંઇક મોટું થઈ શકે છે.

ઇઝરાયેલે શિયા મસ્જિદ પર કરેલા હુમલામાં ત્રણના મોત

ઇરાન-અમેરિકા યુદ્ધ હવે ધાર્મિક સ્થળો સુધી પહોંચી ગયું છે. ઇરાનના જંજન શહેરમાં થયેલા હવાઈ હુમલામાં ંપ્રસિદ્ધ શિયા મસ્જિદને લક્ષ્યાંક બનાવવામાં આવી હતી. તેમા ત્રણના મોત થયા હતા. આ સ્થળ તહેરાનથી ૩૦૦ કિ.મી. દૂર ઔદ્યોગિક પ્રાંતની રાજધાની છે. મસ્જિદના ગુંબજ અને મિનારાઓને પણ ફટકો નુકસાન પહોંચ્યું છે. જો કે એક હુમલામાં મિસાઇલનો તૂટેલો હિસ્સો ઇરાનમાં અમેરિકન રાજદૂતાવાસને પ્રાંગણમાં પડયો હતો. ઇરાન પણ તેની સામે વળતો પ્રહાર કરી રહ્યું છે. 

ઇરાનના કુવૈત, કતાર, બહેરિન સહિત અનેક સ્થળોએ હુમલા

ઇરાને કુવૈત, કતાર, બહેરિન સહિત અનેક ખાડી દેશોમાં હુમલા કર્યા હતા. કુવૈત અને કતારે જણાવ્યું હતું કે ઇરાને તેમના ઓઇલ ટેન્કર પર મિસાઇલ વડે હુમલો કર્યો છે. બીજી બાજુએ હુથીઓએ ઇઝરાયેલ પર મોટાપાયા પર મિસાઇલ હુમલો કર્યો હતો. જોર્ડને જણાવ્યું હતું કે તેણે એક મિસાઇલ અને બે ડ્રોન હુમલા આંતર્યા હતા. 

યુએઈ અમેરિકાને યુદ્ધમાં સાથ આપવા માટે જંગના મેદાનમાં ઉતરવા માટે તૈયાર, જો કે બીજા દેશોની પણ મદદ માંગી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here