WORLD : ઈરાનમાં ધર્મ જેહાદ : અમેરિકા-ઈઝરાયેલ સામે બળવો

0
100
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કૂટનીતિક વાટાઘાટો ચાલુ હતી. ગુરુવારે બંને પક્ષો વચ્ચે ત્રીજા તબક્કાની ચર્ચા થઈ હતી અને તેઓ રવિવારે વધુ એક બેઠક કરવાના હતા, પરંતુ આ પહેલાં જ અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે અચાનક જ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈ, તેમની પુત્રી, પૌત્રી અને જમાઈ સહિત અનેક ટોચના ૪૦ કમાન્ડર્સ પણ માર્યા ગયા હતા. જોકે, ઈરાને આ અંગે રવિવારે કબૂલ્યું હતું કે આ હુમલામાં તેમના સુપ્રીમ લીડર શહીદ થયા છે. ઈરાને ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાન, ચીફ જસ્ટિસ ગુલામ હુસૈન મોહસેની એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના કાયદાકીય નિષ્ણાત અયાતુલ્લા અલીરેજા અરાફીની ત્રણ સભ્યોની પરિષદે ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે અયાતુલ્લા અલીરેજા અરાફીની નિમણૂક કરી હતી. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના પૂર્વ પ્રમુખ મહમૂદ અહેમદીનેજાદનું પણ મોત થયું હતું. 

અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે ૨૦૦ ફાઈટર જેટથી ઈરાનમાં ૫૦૦ જગ્યાઓ પર ટાર્ગેટેડ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે આ હુમલાઓમાં એક જ મિનિટમાં ૪૦ કમાન્ડર્સનો ખાત્મો બોલાવી દીધો હતો. તેમના સુપ્રીમ લીડર ખામેનેઈની મોતના સમાચારથી ઈરાનમાં લાખો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ઈરાનના પ્રમુખ પેઝેશકિયને પણ અમેરિકા અને ઈઝરાયેલ સામે ખામેનેઈના મોતનો બદલો લેવાનું એલાન કરતા વધુ ઘાતક હુમલા ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

સુપ્રીમ લીડર ખામેનેઈના મોતથી મરણીયા બનેલા ઈરાને રવિવારે અમેરિકા, ઈઝરાયેલ અને મધ્ય-પૂર્વમાં તેમના સાથી દેશો યુએઈ, સાઉદી અરબ, બહરેન, ઓમાન, કુવૈત, કતર સહિતના દેશોમાં અમેરિકાના સૈન્ય સ્થળો તેમજ મોલ, હોટેલ, એરપોર્ટ, બંદરો જેવા નાગરિક સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાને રવિવારે અમેરિકાના વિમાન વાહક યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. સાથે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલના વેપાર માટેના વ્યૂહાત્મક જળમાર્ગ હોરમુઝ જલડમરુમધ્યમાં અમેરિકન જહાજો માટે પ્રતિબંધ મુકી દીધો હતો.

ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલામાં ઈઝરાયેલમાં બેઈત-શેમેશમાં એક રહેણાંક ઈમારતમાં આઠ લોકોનાં મોત થયા હતા જ્યારે ૩૨ લોકો ઘાયલ થયા હતા. અમેરિકાએ પણ તેના ત્રણ જવાનો માર્યા ગયા હોવાનું તથા પાંચને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. સંયુક્ત આરબ અમિરાતે પણ ઈરાનના હુમલામાં ત્રણ નાગિરકો માર્યા ગયા હોવાનું કબૂલ્યું હતું. ઈરાને કુવૈતમાં ૯૭ બેલિસ્ટિક મિસાઈલ્સ અને ૨૮૩ ડ્રોનથી હુમલો કર્યો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here