WORLD : જાહ્નવી કંડુલાના પરિવારને અમેરિકા 262 કરોડ રૂપિયાનું વળતર આપશે

0
23
meetarticle

૨૦૨૩માં અમેરિકાના સિએટલ શહેરમાં થયેલો અકસ્માત ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસ અધિકારી કેવિન ડેવની જીપે ૨૩ વર્ષની ભારતીય સ્ટૂડન્ટ જાહ્નવી કંડુલાને ટક્કર મારી હતી. ૧૦૦ ફૂટ દૂર ફંગોળાયેલી જાહ્નવીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના પછી અમેરિકાના ભારતીય સમુદાયમાં સરકારી અધિકારી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જાહ્નવીને ન્યાય અપાવવા માટે અમેરિકામાં અને ભારતમાં દેખાવો પણ થયા હતા. એ કેસમાં જાહ્નવીના પરિવારે સિએટલના સરકારી તંત્ર સામે કેસ કર્યો હતો.

એ સંદર્ભમાં હવે બંને પક્ષે સેટલમેન્ટ થયું છે. જાહ્નવી કંડુલાના પરિવારના વકીલ એરિકા ઈવાન્સે જણાવ્યંદ હતું કે ૨૩ વર્ષની સ્ટૂડન્ટ જાહ્નવીના મોતની ભરપાઈ થઈ શકે નહીં, છતાં ફાઈનાન્શિયલ એગ્રીમેન્ટથી પરિવારને થોડી રાહત થશે. સિએટલ સરકારી તંત્ર જાહ્નવીના પરિવારને ૨૯ લાખ ડોલર યાને અંદાજે ૨૬૨ કરોડ રૂપિયાનું વળતર આપવા તૈયાર થયું છે. બંને પક્ષે આ બાબતે સહમતી થઈ ગઈ છે.

૨૦૨૩માં સિએટલના પોલીસ અધિકારી કેવિન ડેવને ડ્રગ્સના ઓવરડોઝનો કોલ આવ્યો હતો. એ કોલના જવાબમાં કેવિન ડેવ ઘટના સ્થળે જવા નીકળ્યો હતો. જે વિસ્તારમાં તેની જીપ ચાલતી હતી તે વિસ્તારમાં સ્પીડ લિમિટ ૪૦ કિલોમીટર પ્રતિકલાકની હતી, પરંતુ કેવિને ૧૧૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જીપ ચલાવી હતી. તે વખતે તેણે જાહ્નવીને ટક્કર મારી હતી. અતિશય સ્પીડથી ચાલતી જીપની ટક્કરથી જાહ્નવી ૧૦૦ ફૂટ દૂર ફંગોળાઈ હતી. એ ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી હતી. જાહ્નવીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તે નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન સિસ્ટમમાં માસ્ટર ડિગ્રી માટે સ્ટડી કરતી હતી. ૨૦૨૪માં ક્રિમિનલ્સ કંડક્ટ વગર અધિકારી ડેવ સામે કાર્યવાહીની મનાઈ થઈ હતી. જોકે તે પછી બેદરકારીના કેસમાં કાર્યવાહી શરૂ થઈ હતી. અન્ય અધિકારીના બોડી વોર્ન કેમેરામાં જણાયું હતું કે જાહ્નવીના મોત બાદ કેવિન ડેવ હસતો હતો અને તેણે એવી ટીપ્પણી કરી હતી કે તેના જીવનની મર્યાદિત વેલ્યૂ છે. તેણે એવું પણ કહ્યું હતું કે શહેરના સરકારી તંત્રએ માત્ર એક ૧૧ હજાર ડોલરનો ચેક લખવાની જરૂર છે. તેની સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો પછી અધિકારીને સસ્પેન્ડ કરીને ૫૦૦૦ ડોલરનો દંડ પણ ફટકારાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here