અમેરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ત્રાટકનારા ટ્રમ્પ તંત્રએ હવે કાયદેસર રીતે રહેતા H-1Bબીધારકોને લક્ષ્યાંક બનાવવા માંડયા છે. તેથી જ રિપબ્લિકન શાસિત ટેક્સાસના ગવર્નરે બહાર પાડેલા નવા આદેશમાં બધી પબ્લિક અને સ્ટેટ યુનિવર્સિટીઓને જણાવ્યું છે કે તે આગામી વર્ષ 31 મે 2027 સુધી નવી H-1Bબી વિઝાધારકોની અરજી અટકાવે.
ફક્ત એટલું જ નહીં આ બધી જ સ્ટેટ યુનિવર્સિટીઓ અને પબ્લિક યુનિવર્સિટીઓ જણાવે છે કે તેમને ત્યાં કેટલા H-1Bબી વિઝાધારક કામ કરી રહ્યા છે. તેઓ કયા દેશના છે અને તેમની વિઝા એક્સપાયરી કઈ છે અને તેમને વિઝા લંબાવી આપવામાં આવ્યા તો કયા કારણથી લંબાવી આપવામાં આવ્યા છે. ટેક્સાસ માં લેવામાં આવનારા આ પગલાંથી ભારતીયોને સૌથી વધુ અસર થશે તેમ માનવામાં આવે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો પબ્લિક અને સ્ટેટ યુનિવર્સિટીઓમાં ડલ્લાસમાં આવેલા ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરમાં 228 H-1Bબી વિઝાધારક છે. આ જ રીતે ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી ઇન કોલેજ સ્ટેશનમાં ૨૧૪, ટેક્સાસ એમડી એન્ડરસનન કેન્સર સેન્ટરમાં 171, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિનમાં ૧૬૯ અને ટેક્સાસ ટેક યુનિવર્સિટીમાં 143 H-1Bબી વિઝાધારકો છે. આ પ્રકારનું રિપોર્ટિંગ બીજી યુનિવર્સિટીઓએ પણ કરવું પડશે.

આ પ્રતિબંધનો સીધો અર્થ એમ થયો કે ટેક્સાસમાં કોઈપણ પબ્લિક કે સ્ટેટ યુનિવર્સિટી તેને ત્યાં ગમે તે શૈક્ષણિક કાર્યક્રમ માટે આગામી 31 મે 2027 સુધી કોઈપણ H-1Bબી વિઝાધારકની ભરતી નહીં કરી શકે. સ્વાભાવિક રીતે સરકારી યુનિવર્સિટીઓની રાહે પછી ખાનગી યુનિવર્સિટીઓ પણ ચાલશે. ટેક્સસાના ગવર્નરે તેના આદેશમાં જણાવ્યું હતું કે એકમાત્ર અપવાદ ટેક્સાસ વર્કફોર્સ કમિશન દ્વારા જો કોઈને મંજૂરી આપવામાં આવી હોય તો તેને છૂટ આપવામાં આવશે તેમ જણાવાયું છે.
એબોટે જણાવ્યું હતું કે ફેડરલ ગવર્નમેન્ટ ઇચ્છે છે કે અમેરિકન જોબ્સ પહેલા અમેરિકનોને મળે. H-1Bબી ધારકને નોકરી પર રાખનારી સંસ્થાઓએ તે કયા હોદ્દા પર છે, તેને કેમ લેવામાં આવ્યો છે, તેની તર્કબદ્ધ સમજૂતી સાથે બધી માહિતી આપવી પડશે. કઈ-કઈ જોબ્સ માટે અમેરિકન નથી, જેથી H-1Bબી ધારકને લેવા પડયા તે જણાવવું પડશે. H-1Bબી વિઝાનો સૌથી વધુ લાભ મેળવતા હોય તો તે ભારતીયો છે. અગાઉના વર્ષે H-1Bબીના કુલ ક્વોટામાં ૭૧ ટકા ભારતીયોની ભરતી કરવામાં આવી હતી અને પછીના ક્રમે ચીન આવે છે.
ટ્રમ્પ તંત્રએ આમ પણ H-1Bબી ફરતે ગાળિયો કસતો તેની એપ્લિકેશન્સની સંખ્યા ઘટાડી ૬૫ હજાર કરી દીધી છે અને નવા અરજદારો માટે એક લાખ ડોલરની ફી કરી દીધી છે. ટેક્સાસની પબ્લિક યુનિવર્સિટીઓ વિદેશી ફેકલ્ટી અને રિસર્ચોની હજારોની સંખ્યામાં રાખે છે. તેમા ભારતના પણ ઘણા લોકો એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ટેકનોલોજી ફિલ્ડમાં શિક્ષણ આપે છે.
ઓપન ડોર્સ ડેટાનું કહેવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં વષે ટયુશન ફી અને અન્ય ખર્ચા પેટે 10 અબજ ડોલરનું પ્રદાન કર્યુ હતુઅને આ દરમિયાન તે 93 હજાર જોબ્સનું સર્જન કર્યુ હતુ. ૨૦૨૨-૨૩માં અમેરિકામાં લગભગ 2.70 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણ્યા હતા. વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે સરકારના આ પગલાંથી ઉચ્ચસ્તરીય કુશળતાવાળા વ્યવસાસિયકોની ભરતી ધીમી પડશે અને રિસર્ચ તથા ઇનોવેશનની પ્રક્રિયા પર અસર પડશે.
