WORLD : દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો

0
11
meetarticle

 જેફરી એપસ્ટિન કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સ ગર્લફ્રેન્ડ લેડી વિક્ટોરિયા હર્વીએ દાવો કર્યો છે કે કુખ્યાત ફાયનાન્સર જેફરી એપસ્ટિન ખરેખર મર્યો નથી, પરંતુ તે જેલમાંથી ભાગીને ઈઝરાયલમાં છુપાયો છે.

લેડી હર્વીના જણાવ્યા અનુસાર, એપસ્ટિને જેલમાંથી ભાગીને બીજા દેશમાં શરણ લેવા માટે એક મોટું અને ગુપ્ત પ્લાનિંગ કર્યું હતું અને તેને સફળતાપૂર્વક અંજામ પણ આપ્યો હતો. આત્મહત્યાની વાત પર અવિશ્વાસ વ્યક્ત કરતાં લેડી હર્વીએ કહ્યું કે, મને ખાતરી છે કે એપસ્ટિન હજુ પણ જીવિત છે.

એપસ્ટિન જીવિત હોવાનો દાવો

મીડિયા રિપોર્ટ મુજબ, હર્વીએ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો કે એપસ્ટિનને ‘ટ્રિપ વેન’ દ્વારા જેલની બહાર લઈ જવામાં આવ્યો હશે. વર્ષ 2019માં ન્યૂયોર્કની જેલમાં એપસ્ટિનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ લેડી હર્વી આ વાતને નકારે છે. તેણે એપસ્ટિન કેસની તાજેતરમાં જાહેર થયેલી ફાઇલોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, એક જેલ ગાર્ડે પોતે સ્વીકાર્યું હતું કે તે સમયે મૃતદેહોની અદલાબદલી કરવામાં આવી હતી. હર્વીનું કહેવું છે કે આ જેલ ગાર્ડની નવેસરથી પૂછપરછ થવી જોઈએ કારણ કે તેણે પોતાની આંખે મૃતદેહ બદલાતો જોયો હોવાનો દાવો કર્યો હતો.

એપસ્ટિન ફાઇલ્સમાં હર્વીનું નામ 23 વાર

હર્વીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘એપસ્ટિન દુનિયાના અત્યંત પ્રભાવશાળી લોકો સાથે ગાઢ સંબંધો ધરાવતો હતો. રસપ્રદ વાત એ છે કે, તાજેતરમાં જાહેર થયેલી એપસ્ટિન ફાઇલમાં લેડી હર્વીનું નામ પણ 23 વાર આવ્યું છે. આ બાબતે તેમણે વિચિત્ર દાવો કરતાં કહ્યું કે, જે લોકો તે સમયે પ્રભાવશાળી હતા અને જો તેમનું નામ આ ફાઇલોમાં નથી, તો તેનો અર્થ એ છે કે તેઓ એક નિષ્ફળ વ્યક્તિ હતા.’ આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર જેફરી એપસ્ટિનના મોતના રહસ્યને લઈને ચર્ચાઓ તેજ બની છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here