WORLD : દુર્લભ ખનિજો અંગેના કરારો પછી ડોનાલ્ડ ટ્રમ્પે સાની ટકૈશીની ભરપૂર પ્રશંસા કરી

0
67
meetarticle

લશ્કરી તૈયારીઓ માટે તેમજ દુર્લભ ખનિજો અંગે અમેરિકા સાથે કરારો કરવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનનાં પહેલા મહિલા વડાપ્રધાન સાની ટકૈશીની ભારોભાર પ્રશંસા કરી હતી અને તેઓને મહાન વડાપ્રધાન કહ્યા હતાં.

ટ્રમ્પના મિત્ર અને ગોલ્ફ રમતના સાથી સ્વર્ગસ્થ શિન્ઝો એબેના શિષ્યા ટકૈશીએ પણ પ્રમુખ ટ્રમ્પની તેટલી જ પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વિશ્વના અનેક સંઘર્ષો નિવારનારા પ્રમુખ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે યથાયોગ્ય વ્યક્તિ છે.

આ માહીતી આપતાં ટ્રમ્પનાં પ્રવકતા કેરોલિન લીવેટ્ટે કહ્યું હતું કે, સામી બાજુએ જાપાન એવી આશા રાખે છે કે, બંને દેશો વચ્ચે થયેલા ૫૫૦ બિલિયનના સોદા પ્રમાણે શિપ-બિલ્ડીંગમાં અમેરિકા તેને સહાયભૂત થશે, તે સામે જાપાને અમેરિકા પાસેથી સોયાબિન્સ, ગેસ અને પિક-અપ-ટ્રક્સ ખરીદવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ટોકયોના આકા સાકા પેલેસમાં બંને નેતાઓ મંત્રણા માટે બેઠા ત્યારે ટ્રમ્પે સૌથી પહેલા ટકૈશીને જાપાનના સર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા માટે અભિનંદનો આપ્યા હતાં અને કહ્યું હતું કે, મેં મારા સ્વર્ગસ્થ મિત્ર શિન્ઝો પાસેથી તમારા વિષે ઘણું ઘણું જાણ્યું છે. મારૃં તો સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે તમો એક મહાન વડાપ્રધાન બની રહેશો.’

બંને વચ્ચેની મંત્રણા દરમિયાન ટકૈશીએ વારંવાર તેઓનાગુરુ એબેની ટ્રમ્પ સાથેની પ્રીતિનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સ્વર્ગીય વડાપ્રધાનનાં પટ્ટર (ગોલ્ફ બોલ મુકવા માટેની જમીનમાં ખોડાઈ તેવી રચના ધરાવતી ઘાટકી) કાચનાં બોક્સમાં ટ્રમ્પને ભેટ આપી હતી. તેમજ જાપાનના ગ્રેટ-ગોલ્ફર હીડેકી માત્સુયામાની સહીવાળી ગોલ્ફ-બેગ તથા સોનાનો વરખ જડેલો ગોલ્ફ-બોલ ભેટ આપ્યા હતા.

લન્ચમાં રાઈસ અને બીફ તથા ટકૈશીના હોમ-ટાઉનમાં જ ઉગતા શાકભાજી પણ હતા.

૨૦૨૨માં જેઓની હત્યા કરવામાં આવી તેવા એબે ૨૦૧૬માં ટ્રમ્પના ચૂંટણી વિજય પછી તેઓને અભિનંદનો આપનારા સૌથી પહેલા વિદેશી મહાનુભાવ હતા.

આ પૂર્વે ટ્રમ્પ વ્યકિતગત રીતે ૨૦૦૯માં જાપાન ગયા હતા. તે પછી હજી સુધીમાં જાપાનની કંપનીઓએ અમેરિકામાં જુદા જુદા સ્થળે કરેલા રોકાણ દર્શાવતો અમેરિકાનો નકશો પણ ટકૈશીએ લન્ચ સમયે ટ્રમ્પને ભેટ આપ્યો હતો. ઓછામાં ઓછી ૧૦ જાપાનીઝ કંપનીઓ, ૪૦૦ બિલિયન ડોલર્સનું, એનર્જી, આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ વગેરે ક્ષેત્રમાં રોકાણ કરવા આતુર છે. જેની સત્તાવાર જાહેરાત મંગળવારે મોડેથી થવાની છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here