WORLD : ‘નવરોઝ મુબારક’ સંદેશામાં પુતિને રશિયાને પ્રતિબદ્ધ મિત્ર તરીકે જણાવ્યું

0
24
meetarticle

ઇરાનના જન્નત-નશીન સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ- અલિ- ખોમેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ અત્યારે મોસ્કોમાં સઘન તબીબી સારવાર નીચે છે. તેવે સમયે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને, ઇરાનના નવ-વર્ષ નવરોઝ નિમિત્તે પાઠવેલા શુભેચ્છા સંદેશામાં આ યુદ્ધમાં રશિયાને ઇરાનના પ્રતિબદ્ધ મિત્ર તરીકે જણાવ્યું હતું. સાથે, તેમનાં આ યુદ્ધમાં તેઓ તેમજ રશિયાના જન-સામાન્ય પણ તેમની સાથે છે. તેવો સધ્યારો પણ આપ્યો હતો.

આ અંગે કેમ્બ્રીને એક નિવેદન પ્રસિદ્ધ કરતા જણાવ્યું હતું કે, નવરોઝ મુબારક ઇરાનના તમામ નેતાઓને પાઠવવામાં આવે છે. ઇસ્લામિક રિપબ્લિકન સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ સૈયદ મોજતબા હુસૈની ખામેનેઇ અને પ્રમુખ મસૂદ પેઝશકીયાત તથા ઇરાનની સમગ્ર જનતાને નવરોઝ-મુબારક.

આ સાથે પુતિને આ અગ્નિ પરીક્ષામાંથી ઇરાનની જનતા ક્ષેમ-કુશળ બહાર આવશે જ. તેવી આશા વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે, આવા કઠોર સમયમાં રશિયા તમારી સાથે ઉભુ જ રહેશે.

રશિયા દાયકાઓથી ઇરાનનું મિત્ર રહ્યું છે, તેણે ઇરાનના જાસુસી તંત્રના અને આંતરિક સલામતીના વડા અલિ લારીજાનીની એર સ્ટ્રાઇકમાં કરાયેલી હત્યાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

જોકે યુદ્ધ શરૂ થયું (ફેબુ્ર. ૨૮) ત્યારથી હજી સુધી સત્તાવાર રીતે તો કોઈ સહાય મોકલી નથી. સિવાય કે માનવીય સહાય. પરંતુ યુએસ મીડીયા જણાવે છે કે રશિયા ઇરાનને ડ્રોન અને મિસાઇલ્સ હુમલાઓ ક્યા ક્યા કરવા તે માટે જાસૂસી માહિતી જે તેણે તેના સેટેલાઇટ દ્વારા મેળવી છે તે આપતું જ રહ્યું છે. જો કે ક્રેમ્લીને તે વિષે કશું કહેવાનો ઇન્કાર કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here