WORLD : પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું…, રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર!

0
13
meetarticle

અમેરિકાના જ્યોર્જિયામાં એક મોટી વિમાની દુર્ઘટના ટળી છે, જ્યાં એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાના વિમાનને ધમધમતા હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ(NTSB) અનુસાર, સિંગલ એન્જિન ધરાવતા આ હોકર બીચક્રાફ્ટ વિમાને ગેન્સવિલે એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ થોડી જ વારમાં એન્જિન ફેલ થઈ જતાં પાયલટે મદદ માટે ‘મે ડે’ કોલ કર્યો હતો.

NTSBએ જણાવ્યું કે, ‘ટેક-ઓફ કર્યાના થોડા જ સમયમાં પાયલટને એન્જિનમાં ખામી હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેણે વિમાનને પાછું ગેન્સવિલે તરફ વાળીને ત્યાં જ ઉતારવાનો નિર્ણય કર્યો હતો.’ વિમાન સુરક્ષિત રીતે ઉતરી શકશે નહીં તેવી આશંકા વચ્ચે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને સંદેશ આપ્યો હતો કે, ‘મારી પત્ની અને માતા-પિતાને કહેજો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું.’ બપોરે આશરે 12:10 વાગ્યે થયેલા આ લેન્ડિંગ દરમિયાન પ્લેન રસ્તા પર જતી ત્રણ ગાડીઓ સાથે અથડાયું હતું અને વિમાનની પાંખ એક એસયુવીના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ભયાનક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પ્લેન ટ્રાફિક વચ્ચે ફંગોળાતું જોઈ શકાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને માત્ર કેટલાક લોકોને નજીવી ઈજાઓ પહોંચી છે. હાલ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA) આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here