WORLD : શાહબાઝ શરીફ સામે જ ટ્રમ્પે કર્યા ભારતના વખાણ, કહ્યું- PM મોદી મારા ખૂબ સારા મિત્ર

0
40
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇજિપ્તમાં ગાઝા શાંતિને લઈને આયોજિત સંમેલનમાં ભારત ચઅને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન હવે સારી રીતે એકબીજા સાથે રહેશે. આ દરમિયાન તેઓ મંચ પર પાછળ ઉભેલા પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ ફર્યા અને પૂછ્યું- ‘બરાબર ને?’ ટ્રમ્પના આ સવાલ બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફ મોઢું હલાવીને હા કહ્યું. આ ઘટનાથી કાર્યક્રમમાં હાજર નેતા અને મીડિયાના લોકોના મોઢા પર હળવું સ્મિત આવી ગયું હતું. હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.પોતાના સંબોધનમાં ટ્રમ્પે કેમેરા તરફ હસતા કહ્યું કે, ‘ભારત એક મહાન દેશ છે, જેની ટોચ પર મારો એક ખૂબ સારો મિત્ર છે. તેમણે શાનદાર કામ કર્યું છે. મને લાગે છે કે, પાકિસ્તાન અને ભારત સાથે મળીને ખૂબ સારી રીતે રહેશે.’

પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રાદેશિક શાંતિ સારા મિત્રોના સારા કામ પર નિર્ભર કરે છે. તેમણે પાછળ ફરીને પાક. વડાપ્રધાનના સાથે હળવા અંદાજમાં મજાક કરતા પૂછ્યું, ખરું ને?

શાહબાઝ શરીફે ટ્રમ્પના કર્યા વખાણ

ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મંચ પર ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પના દાવાનું સમર્થન કરતાં કહ્યું કે ટ્રમ્પની મધ્યસ્થીના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું હતું. ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, એમાં અચાનક જ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનને ભાષણ આપવા આમંત્રણ આપ્યું. શાહબાઝ શરીફે કહ્યું, કે ‘આજનો દિવસ આધુનિક ઈતિહાસમાં સૌથી મહાન દિવસોમાંથી એક છે. ટ્રમ્પના પ્રયાસોના કારણે જ શાંતિ સ્થાપિત થઈ છે. ટ્રમ્પના કારણ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું. તમે નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી યોગ્ય ઉમેદવાર વ્યક્તિ છે.’

 ટ્રમ્પ ગળગળા થઈ ગયા 

શરીફે વધુમાં કહ્યું, કે ‘જો આ વ્યક્તિ ( ટ્રમ્પ ) ના હોત તો ન જાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું હોત! કારણ કે બંને દેશો પાસે પરમાણુ બોમ્બ છે.’ શરીફની આટલી ખુશામત સાંભળી ટ્રમ્પ પણ ગદગદ થઈ ગયા. કહ્યું, ‘વાહ! તમે ખૂબ સુંદર કહ્યું, ખૂબ ખૂબ આભાર!’ નોંધનીય છે કે ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનિરને તેમના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવ્યા હતા.  

ભારતની હાજરી

ભારત તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આ સંમેલનમાં હાજરી આપી હતી, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે આ પરિષદમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, ભારત આ ઐતિહાસિક શાંતિ કરારનું સ્વાગત કરે છે અને આશા રાખે છે કે તે વિસ્તારમાં કાયમી શાંતિ જળવાય.

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી

વડાપ્રધાન મોદીએ ગાઝા યુદ્ધવિરામ યોજનામાં શાંતિ લાવવાના ટ્રમ્પના પ્રયાસોની પણ વખાણ કર્યા અને કહ્યું કે, છેલ્લા બે વર્ષથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા છેલ્લા 20 બચી ગયેલા લોકોની મુક્તિનો પ્રથમ તબક્કો આજે પૂર્ણ થયો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here