અમેરિકામાં ટોચની ૧૫ કંપનીઓ ૧.૫૦ લાખથી વધુ કર્મચારીઓની છટણી કરવાની છે. તેમા એક જ કંપની લગભગ ૪૮,૦૦૦ને પાણીચુ પકડાવશે. આ ઘટના બતાવે છે કે અમેરિકામાં જોબના મોરચે પરિસ્થિતિ બગડી રહી છે, તેથી જોબ કટ આવી રહ્યો છે. કેટલીક કંપનીઓ એઆઇના કારણે જોબ કટ કરી રહી છે તો કેટલીક કોસ્ટ કટિંગના નામે કાઢી રહી છે. તેની અસર લાખો કુટુંબો પર પડી છે.

અમેરિકામાં સૌથી વધુ છટણી યુનાઇટેડ પાર્સલ સર્વિસ (યુપીએસ) નામની કંપની કરવાની છે. જ્યારે અગ્રણી ટેક કંપની ઇન્ટેલે ૨૪ હજારની છટણી કરવાની જાહેરાત કરી છે. નેસ્લે જેવી કંપની ૧૬ હજાર નોકરી ખતમ કરી રહી છે. જ્યારે એમેઝોને ૧૪ હજારની છટણી કરવાની જાહેરાત કરી છે. કન્સલ્ટિંગ અને સર્વિસિસ સેક્ટરમાં કાર્યરત એક્સેન્ચ્યોર ૧૧ હજારની છટણી કરી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ છટણીને ફક્ત કોસ્ટ કટિંગ સાથે જ જોડીને ન જોવી જોઈએ. તેની પાછળ અનેક પરિબળ કારણભૂત છે. આ છટણીને ઓટોમેશનમાં થયેલા વધારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વધતા ઉપયોગ, બદલાતા જતાં બિઝનેસ મોડેલની દિશામાં કંપનીઓના વ્યૂહાત્મક પગલાં તરીકે જોવી જોઈએ. તેના કારણે ગ્રાહક માંગ પર દબાણ વધી શકે છે. આ ઘટના બતાવે છે કે અમેરિકા સહિત આખા વિશ્વમાં આર્થિક મંદીના લીધે મોટા પડકારો સર્જાઈ રહ્યા છે. તેની અસર મોટી કંપનીઓમાં જોવા મળી રહી છે. એક પછી એક કંપનીઓ છટણીની યાદી તૈયાર કરી રહી છે. ટેક, રિટેલ, મેન્યુફેક્ચરિંગથી લઈને કન્સલ્ટિંગ સેક્ટર સુધી મંદીની અસર દેખાઈ રહી છે. ટોચની ૧૫ કંપનીઓ જ ૧.૫૫ લાખ નોકરી ખતમ કરી રહી છે જ્યારે બાકીની કંપનીની તો વાત જ ન પૂછો તેવી સ્થિતિ છે. આના પગલે ટોચની કંપનીઓમાં છટણીનો જોવા મળતો છટણીનો ટ્રેન્ડ નીચલા સ્તર સુધી પણ જઈ શકે છે.
કઈ કંપની કેટલાને છૂટા કરશે ?
કંપની
કર્મચારી સંખ્યા
યુપીએસ
૪૮,૦૦૦
ઇન્ટેલ લિ.
૨૪,૦૦૦
નેસ્લે લિ.
૧૬,૦૦૦
એમેઝોન
૧૪,૦૦૦
એક્સેન્ચ્યોર
૧૧,૦૦૦
ફોર્ડ મોટર્સ
૧૧,૦૦૦
નોવો નોર્ડિસ્ક
૦૯,૦૦૦
કંપની
કર્મચારી સંખ્યા
માઇક્રોસોફ્ટ
૦૭,૦૦૦
પીડબલ્યુસી
૦૫,૬૦૦
સેલ્સફોર્સ
૦૪,૦૦૦
પેરામાઉન્ટ
૦૨,૦૦૦
ટાર્ગેટ કંપની
૦૧,૮૦૦
ક્રોગર લિ.
૦૧,૦૦૦
એપ્લાઇડ મટી.
૦૧,૪૪૪

