વ્હાઇટ હાઉસના એક વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, સોમવારથી બાંધકામકર્મીઓએ વ્હાઇટ હાઉસના ‘ઈસ્ટ વિંગ’ના એક ભાગને તોડવાનું શરૂ કર્યું છે. આ પગલું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ‘બોલરૂમ’ (ભવ્ય સમારંભ હોલ) બનાવવાની યોજનાનો એક હિસ્સો છે.

વ્હાઇટ હાઉસના ઈસ્ટ વિંગમાં તોડફોડનું કામ 20 ઓક્ટોબર, 2025ના રોજ શરૂ થયું હતું. આ સમયે બાંધકામકર્મીઓ અને ખોદકામ મશીનોને છત, પ્રવેશદ્વાર અને બારીઓ સહિત ઇમારતના અમુક હિસ્સાને દૂર કરતા જોઈ શકાયા હતા.
$250 મિલિયનનો પ્રોજેક્ટ
આશરે $250 મિલિયન (₹2,085 કરોડ)ના ખર્ચે અમેરિકન પ્રમુખના નિવાસસ્થાનમાં એક સદીમાં સૌથી મોટા ફેરફારરૂપે ઇસ્ટ વિંગમાં એક કાયમી બોલરૂમ બનાવવામાં આવી રહ્યો છે.વાઇટ હાઉસના જણાવ્યા મુજબ, સોમવારથી ખોદકામ અને તોડફોડ શરૂ થઈ ગઈ છે, જ્યાં બાંધકામ દળ સક્રિય છે. આ બોલરૂમ પ્રમુખના કાર્યક્રમો, રાજદ્વારી સમારંભો અને રાત્રિભોજન માટે બનશે અને તેને વાઇટ હાઉસના ઇતિહાસમાં એક ભવ્ય વારસો પ્રોજેક્ટ ગણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના મતે, આ એક એવું સ્વપ્ન હતું જે છેલ્લા 150 વર્ષથી દરેક અમેરિકન પ્રમુખે જોયું હતું
ઈસ્ટ વિંગના આધુનિકીકરણ અંગે ટ્રમ્પનું નિવેદન
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે વાઇટ હાઉસ પરિસરમાં એક નવું, મોટું અને સુંદર વાઇટ હાઉસ બોલરૂમ બાંધવાનું કામ શરૂ થઈ ગયું છે, જે હાલની ઇમારતથી અલગ હશે. આ સાથે, ઈસ્ટ વિંગનું આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 150 વર્ષથી દરેક અમેરિકન પ્રમુખનું આ સ્વપ્ન હતું.
ટ્રમ્પને ગર્વ છે કે તેઓ આ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ અમેરિકન પ્રમુખ છે અને તે પણ અમેરિકન કરદાતાઓ પર બોજ નાખ્યા વિના, જેનું ભંડોળ ઉદાર દેશભક્તો, અમેરિકન કંપનીઓ અને તેમના અંગત યોગદાનથી આવશે. આ બોલરૂમ આવનારી પેઢીઓ માટે ગર્વનું કારણ બનશે.
કેવો હશે બોલરૂમ?
આ બોલરૂમ આશરે 90,000 ચોરસ ફૂટ (લગભગ 8,300 ચોરસ મીટર)માં બની રહ્યો છે, જે હાલની ઈસ્ટ વિંગની જગ્યાએ છે. ડિઝાઇનમાં ગોલ્ડન ઝુમ્મરો, કોતરણીવાળા સ્તંભો, સોનાની પરતવાળી છત, આરસનો ફ્લોર અને સધર્ન લૉનની તરફ ખુલતી બારીઓ હશે. પ્રેસ સચિવ કેરોલિન લેવિટ મુજબ, નવો બોલરૂમ લગભગ 650 લોકોને સમાવશે, જે હાલના ‘ઈસ્ટ રૂમ’ની ક્ષમતા કરતાં ત્રણ ગણું વધારે છે અને તે વાઇટ હાઉસનો સૌથી મોટો ઇવેન્ટ હોલ હશે.

