WORLD : અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર

0
8
meetarticle

ગ્લોબલ ટેન્શન ફરી એકવાર તેની ચરમસીમાએ પહોંચ્યું છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો કોઈપણ પરિણામ વિના પૂરી થતા તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. મંત્રણા નિષ્ફળ જતાં અને ટ્રમ્પ પ્રશાસને ઈરાની બંદરોની નાકેબંધી કરવાની જાહેરાત કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઈલમાં 8 ટકાનો તોતિંગ ઉછાળો

સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ એકાએક 8 ટકાથી વધુ વધીને ફરીથી 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે.

WTI ક્રૂડ: 8 ટકાની તેજી સાથે 104.24 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું.

બ્રેન્ટ ક્રૂડ: 7 ટકાથી વધુના ઉછાળા સાથે 102.29 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.સીઝફાયર દરમિયાન તેલના ભાવ ઘટીને 95 ડોલર સુધી આવ્યા હતા, પરંતુ હવે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાતા ભાવમાં આગ લાગી છે.

હોર્મુઝ સ્ટ્રેટ: દુનિયાની લાઈફલાઈન પર સંકટ

ઈસ્લામાબાદ મંત્રણા ફેઈલ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને લઈને ટેન્શન વધી ગયું છે. આ એક એવો સમુદ્રી માર્ગ છે જ્યાંથી દુનિયાના કુલ તેલ પુરવઠાનો 20 ટકા હિસ્સો પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને કુવૈત જેવા મોટા તેલ નિકાસકાર દેશો આ રૂટ પર નિર્ભર છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) ઈરાની પોર્ટ્સની નાકેબંધી જાહેર કરતા આ માર્ગ પર જોખમ વધી ગયું છે.

ટ્રમ્પ હવે શું કરશે?

અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંત્રણા નિષ્ફળ જતાં અત્યંત નારાજ છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ હવે ઈરાન વિરુદ્ધ ફરીથી મોટા પાયે ‘બોમ્બિંગ ઓપરેશન’ (Bombing Operation) શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાની બંદરો પર આવતા-જતા તમામ જહાજોને રોકશે, જેનો હેતુ ઈરાન પર આર્થિક અને સૈન્ય દબાણ વધારવાનો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here