WORLD : અમે દુનિયા પર ઉપકાર કરી રહ્યા છીએ…’ હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરંગો હટાવવા મુદ્દે ટ્રમ્પનું નિવેદન

0
11
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલેલી શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડ(સેન્ટકોમ) એ જાહેરાત કરી છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં બિછાવેલી દરિયાઈ માઇન્સને સાફ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કરી રહ્યા છે. આ મિશનના ભાગરૂપે અમેરિકાના બે શક્તિશાળી યુદ્ધ જહાજ, USS ફ્રેન્ક પીટરસન અને USS માઈકલ મર્ફીએ આ જળમાર્ગ પસાર કર્યો છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા બિછાવેલી દરિયાઈ સુરંગોને દૂર કરી આંતરરાષ્ટ્રીય વેપાર માટે રસ્તો સુરક્ષિત કરવાનો છે.

હોર્મુઝની સફાઈ માટે અન્ડરવોટર ડ્રોન તહેનાત કરાશે

સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે, હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો વ્યાપારી માર્ગ છે અને તેને સુરક્ષિત કરવા માટે નવો માર્ગ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સફાઈ અભિયાનમાં આવનારા દિવસોમાં આધુનિક અન્ડરવોટર ડ્રોન અને અન્ય લશ્કરી સંસાધનો પણ તહેનાત કરવામાં આવશે. ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટોમાં હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું મૂકવું એ શાંતિ સમજૂતીની સૌથી મોટી શરત હતી, પરંતુ વાતચીત નિષ્ફળ જતાં અમેરિકાએ હવે સૈન્ય કાર્યવાહીનો આશરો લીધો હોય તેમ જણાય છે.

હોર્મુઝ ક્લિયરન્સ: ટ્રમ્પનો ઈરાન પર મોટો દાવો

બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત આક્રમક દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકન સેનાએ હોર્મુઝને સાફ કરવાનું શરૂ કરી દીધું છે અને ઈરાનના તમામ માઇન્સ બિછાવનારા જહાજોને ડુબાડી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે ઈરાનની નૌકાદળ, વાયુસેના અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, હોર્મુઝનો માર્ગ સાફ કરીને અમે ચીન, જાપાન અને ફ્રાન્સ જેવા દેશો પર ઉપકાર કરી રહ્યા છીએ. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here